Page Views: 23117

સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ : વરાછામાં એક વૃક્ષ ધરાશાહી

ધીમા વરસાદમાં લોકોએ પલળવાની મજા લીધી

સુરત-11-07-2018

સુરત શહેરમાં આજે દિવસ દરમિયાન ધીમી ધારા વરસાદ શરુ રહ્યો હતો. સમગ્ર શહેરમાં ધીમા વરસાદને કારણે લોકોએ પલળીને પોતાના કામે જવું પડ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં ૨૩ મીમી, વરાછા ઝોનમાં ૧૧ મીમી, રાંદેર ઝોનમાં ૧૫ મીમી, કતારગામમાં ૧૩ મીમી, ઉધના ઝોનમાં ૧૭ મીમી, લીંબાયત ઝોનમાં ૧૭ મીમી, અઠવા ઝોનમાં ૧૨ મીમી વરસાદ વરસ્યો હતો.

જયારે આજે શહેરના કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાના બન્યા છે. જયારે આજે વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી વિસ્તારમાં આજે એક ઝાડ પડ્યું હતું. જયારે ઝાડ પડ્યું, ત્યારે ત્યાંથી અવરજવર કરતા વાહનો ન હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. જયારે ઝાડ પડતા જ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ આ ઘટનાને કરણે અડધો રસ્તો કવર થઇ ગયો હતો.જેથી વાહન ચાલકોને તકલીફ પડી હતી. જયારે થોડો સમય માટે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

જયારે વરસાદને કારણે વિયર કામ કોઝ-વેનું લેવલ ૬.૧૯ મીટર રહ્યું છે. ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી નોંધાઈ છે. ઉકાઈ ડેમની સપાટી ૨૮૬.૨૭ ફુટ નોંધાઈ છે. તેમજ કાકરાપાર ડેમની સપાટી ૧૬૦.૧૦ ફુટ નોંધાઈ હતી.