Page Views: 39140

સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ ખાતે ઇસી અને આઇટીના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

રશિયામાં ઇસી આઇ ટી નો અભ્યાસ કરનારા માટે વિદેશમાં જ નોકરીની વધારે તક

સુરત-23-6-2018

 

 

ધોરણ 12 પછી વિદેશમાં જઇ અને ઇ સી તેમજ આઇ ટી નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજે સાંજે ચાર વાગ્યાના સુમારે નાના વરાછા ચોપાટીની સામે ઉત્સવ બિલ્ડીંગ, તુલસી હોટલની ઉપર  બીજો માળ, 203, સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ ખાતે આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. તેમજ રશિયાની 100 વર્ષ કરતા પણ વધારે જુની બાસ્કીર યુનિવર્સિટી ખાતે ચાલતા ઇસી અને આઇ ટી ના અભ્યાસ ક્રમ અંગે વિગતો મેળવી હતી. ખાસ કરીને સ્ટાર એજ્યુકેશન ગાઇડસન્સના સંચાલક ક્રિષ્ના મોહન, ડોક્ટર રોહિત ભાલાળા અને અશ્વિનભાઇ માયાણી દ્વારા આ વિદ્યાર્થીઓ અને વાલીઓને બાસ્કીર યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસ ક્રમમાં વિદ્યાર્થીઓને કઇ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે ત્યાં રહેવાની અને જમવાની ક્યા પ્રકારની સગવડ સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ દ્વારા આપવામાં આવે છે અને ત્યાં ઇ સી કે આઇ ટી નો અભ્યાસ કર્યા બાદ વિદેશમાં નોકરી માટેની કેવી તક રહેલી છે તેની તમામ વિગતો આપી હતી. રશિયામાં ઇસી અને આઇ ટી નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કેનેડા, યુરોપના દેશો તેમજ અમેરિકામાં કાર્યરત આઇ ટી કંપનીઓમાં નોકરી માટે વિશાળ તક રહેલી છે અને આ કંપનીઓ દ્વારા રશિયાની આ યુનિવર્સિટીના કેમ્પસમાં જ ઇન્ટરવ્યુ ગોઠવી અને વિદ્યાર્થીઓને પોસ્ટીંગ આપવામાં આવે છે. આજ રોજ આયોજીત આ સેમિનારમાં ઇસી અને આઇ ટીને લગતી વિગતો વિદ્યાર્થીઓએ મેળવી હતી. આવતી કાલે સવારે ધોરણ 12 સાયન્સ પાસ કર્યા બાદ નીટની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓને રશિયા અને યુક્રેનમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કઇ રીતે થઇ શકે તેની વિગતો આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ દ્વારા આયોજીત આ સેમિનાર રવિવાર તા.24.6.2018ના રોજ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. એમબીબીએસને લગતા આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ, નાના વરાછા ચોપાટી સામે, 203, ઉત્સવ બિલ્ડીંગ, તુલસી હોટલની ઉપર ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યુ છે.  વિદેશમાં રહીને અભ્યાસ કરવા અંગેની  વધુ વિગતો માટે મોબાઇલ નંબર 9033069700 ઉપર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે.