Page Views: 61210

વરાછાનો યુવાન ગુજરાત ગોટ ટેલેન્ટમાં અભિનય ક્ષેત્રે ચમક્યો : મેળવ્યો બીજો ક્રમ

૨૨ વર્ષીય પ્રદીપ હરસોરા એ અભિનય, લેખન અને ડીરેક્શન ક્ષેત્રે પોતાની પ્રતિભા નીખરી છે; વિવિધ સીરીયલ અને ફિલ્મોમાં પોતાનો અભિનયને રજુ કર્યો

સુરત-23-06-2018

સુરતના વિદ્યાર્થીઓ અભ્યાસમાં જળહળી રહ્યા છે. જયારે અભ્યાસમાં નિષ્ફળતા મળ્યા બાદ પોતાની સ્કીલને નીખારીને એક ૨૨ વર્ષના યુવાને પોતાની અભિનય ક્ષેત્રે જગ્યા બનાવી છે. જયારે અનેક પ્રમાણપત્રો અને ઇનામો સાથે વરાછા વિસ્તારમાં રહેતા યુવાને શોર્ટ ફિલ્મો, ગુજરતી ફિલ્મો, અને હિન્દી સીરીયલોમાં પણ પોતાની અભિનય ક્ષેત્રેની કુશળતા થકી લોકોના દિલ જીતી લીધા હતા. જયારે ગુજરતમાં જાણીતી ગુજરાત ગોટ ટેલેન્ટ માં ભાગ લઈને એક્ટિંગમાં સમગ્ર ગુજરતમાં બીજા ક્રમે આવીને સુરતનું નામ રોશન કર્યું છે. જયારે માત્ર એક્ટિંગ ક્ષેત્રે પોતાની ઓળખને ન રાખીને રાઈટીંગ અને ડીરેક્શન ક્ષેત્રે પણ પોતાની પ્રતિભાને નીખરી છે.

મુળ ભાવનગર સમઢીયાળા મુલાણી ગામના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બાપાસીતારામ સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય પ્રદીપ હરસોરા મજુરીકામ કરતા કાળુભાઈ હરસોરાના પુત્ર છે. પ્રદીપને અભ્યાસ કરતા અભિનય, લેખન અને ડીરેક્શનમાં વધુ રસમાં હતો. જેથી તે અભ્યાસમાં નિષ્ફળ રહ્યો. પરંતુ, તેણે અભિનય, લેખન અને ડીરેક્શન ક્ષેત્રે પોતાની કઈક અલગ જ ઓળખ બનાવી છે. માત્ર ૨૨ વર્ષની ઉમરે પ્રદીપે ૨૫થી વધુ શોર્ટ ફિલ્મમાં ભાગ લીધો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા થતી શોર્ટ ફિલ્મ મેકિંગ કેમ્પમાં ભાગ લઈને મેયરના હાથે સન્માનિત પણ કરાયો છે. જયારે આ તમામ શોર્ટ ફિલ્મોમાંથી કેટલીકમાં તેણે પોતે ડીરેક્શન અને લેખન પણ કર્યું છે. તો પ્રદીપ પોતાની એક્ટિંગ થકી ગુજરાત સરકારના જન જાગૃતિ પ્રોગ્રામ સાથે જોડાઈને ૪૦થી વધુ ગામમાં પ્રચાર કર્યો છે.

:::::ગુજરાત ગોટ ટેલેન્ટમાં બીજા ક્રમે રહ્યો::::::

ગુજરાત ગોટ ટેલેન્ટના ઓડિશનમાં ભાગ લઈને પ્રદીપે અભિનયની કુશળતાથી સૌના મન જીતી લીધા હતા. આ સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રદીપ હરસોરાએ જમ્મુ કાશ્મીરમાં બનેલા ચકચારિત બાળકી પરના બળાત્કારની ઘટનાની પોતાના અભિનય થકી લોકો સમક્ષ ચિતરી હતી. જયારે અમદાવાદ એલીસબ્રીજ ખાતે ગત તારીખ ૪ જુન ના રોજ યોજાયેલી ફાઈનલમાં “૨૦૧૮માં જો ગાંધી આવે તો” નું મોનો એક્ટિંગ રજુ કરી હતી. જેને જજ તરીકે ઉપસ્થિત છેલ્લો દિવસના આસિસ્ટન્ટ ડીરેક્ટર રાહુલ પરમાર સહીત મુંબઈના જાણીતા મહાનુભાવો પસંદ કરી પ્રદીપની કૃતિના વખાણી હતી. જેની સફળતાએ આ સ્પર્ધામાં તેને બીજો ક્રમ અપાવ્યો હતો. જેમાં ઉપસ્થિત જજીસ દ્વારા તેને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ થકી સન્માનિત કરવામાં આવ્યો હતો.

::::: સ્ટાર પ્લસ, ટીવી 9,  જેવી ચેનલ પર આવતી સીરીયલોમાં કામ કર્યું::::::

સ્ટારપ્લસ પર આવતી મેરે અંગને મેં સીરીયલમાં ચાઈલ્ડ એક્ટર તરીકે અને આરંભ સીરીયલમાં સિપાહીનો રોલ કર્યો હતો. જયારે ટીવી 9 ની પણ કેટલીક સીરીયલમાં પોતાના અભિનયની છાપ મૂકી છે. જયારે “પ્રેમ,દોસ્તી,દુશ્મની” “પ્રેમ-દીવાની” તેમજ “કંઈક કરને યાર” જેવું ગુજરાતી ફિલ્મો માં ભાગ લીધો છે.તેમજ પ્રદીપે અત્યાર સુધી માં ૫૦ થી વધુ રોલ અને ડ્રામામાં કર્યાં છે.