Page Views: 38034

સુરતમાં ફરી એકવાર વરસાદી ઝાપટા સાથે મેઘરાજા એ એન્ટ્રી કરી

લોકોએ અચાનક આવી ચડેલા વરસાદમાં પલળી આંનદ માણ્યો

સુરત-23-06-2018

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ રહ્યું છે. જયારે આજે સવારથી કેટલાક વિસ્તારમાં મેઘરાજા વરસ્યા હતા. સાથે સુરતમાં પણ અચાનક જ મેઘરાજા એ એન્ટ્રી કરી હતી.જેને કારણે લોકો પલળ્યા હતા. તો લોકોએ વરસાદની મજા માણી હતી.

દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રીને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે શુક્રવારથી જ મેઘરાજા ડાંગ વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઇ હતી.તો સુરત માં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જયારે આજે સવારે વાદળછાયા વાતાવરણ સાથે વહેલી સવારથી મેઘરાજા એ ઝાપટા સાથે એન્ટ્રી કરી હતી. સુરતના અડાજણ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જયારે અચાનક મેઘરાજાની આવી પડતા રસ્તા પરથી જતા લોકો પલળી ગયા હતા. તો કેટલીક જગ્યા પર બાળકો સહીત મોટાઓએ વરસાદમાં ભીંજાઈને વરસાદને માણ્યો હતો.જયારે આજે વરસાદને પગલે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો તાપમાનનો પારો પણ સામાન્ય રહ્યો હતો. સુરત શહેરનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી રહ્યું હતું.એક વખત વરસાદે ઝાપટા સાથે દર્શન આપ્યા બાદ ફરી એક વખત આવીને વાતાવરણમાં ઠંડક પરસરાવતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.