Page Views: 26325

રશિયામાં એમબીબીએસ અને આઇ ટી ઇ સી અંગે સ્ટાર એજ્યુકેશન દ્વારા માર્ગદર્શક સેમિનાર

શનિવારે બપોરે ચારથી સાંજે સાત વાગ્યા સુધી અને રવિવારે સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

સુરત-23-6-2018

 

શહેરના વરાછા રોડ નાના વરાછા ચોપાટી સામે આવેલા ઉત્સવ બિલ્ડીંગ 203, તુલસી હોટલની ઉપર આવેલા સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ દ્વારા આગામી તારીખ 23-6-2018 શનિવારના રોજ ધોરણ 12ના એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બપોરે ચાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી કોમ્પ્યુટર ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં વિદેશમાં અભ્યાસ માટેની તકો અંગ એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સેમિનારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રશિયાની બાસ્કીર યુનિવર્સિટી ખાતે ઇસી અને આઇ ટી અંગેના અભ્યાસ ક્રમની તમામ વિગતો આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સના સંચાલક અશ્વિનભાઇ માયાણીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓ રશિયામાં જઇ અને આઇ ટી તેમજ ઇસીનો અભ્યાસ કરી શકે છે. રશિયાની બાસ્કીસ યુનિવર્સિટીના આ અભ્યાસ ક્રમમાં ડિગ્રી મેળવનારા ભારતના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ વિદેશમાં જ નોકરી મળવાની ઉજ્જવળ તક રહેલી છે. કેનેડા અને યુએસએ તેમજ યુ કે ની કંપનીઓ દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં જ ભરતી કરવામાં આવે છે અને રોજગારીના વિશાળ તક આવા વિદ્યાર્થીઓને મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રશિયામાં ઇસી અને આઇ ટી નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે રહેવા તેમજ જમવાની ઉત્તમ સગવડતા સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ દ્વારા પુરી પાડવામાં આવે છે અને સુરત સહિત સમગ્ર રાજ્યના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હાલમાં રશિયાની બાસ્કીસ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહ્યા છે. શનવાર તારીખ 23.6.2018ના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે આયોજીત આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને રૂબરૂ પધારવા નિમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ ઉપરાંત ધોરણ 12 પછી નીટની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓને ઓછા માર્કસ આવ્યા છે અને તેમને એવુ લાગી રહ્યું છે કે, ભારતમાં રહીને તેઓ એમબીબીએસનો અભ્યાસ કરીને ડોક્ટર બની શકે તેમ નથી એવા વિદ્યાર્થીઓ માટે પણ રશિયા તેમજ યુક્રેનની યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરવાનું ઘણું જ આસાન છે. આવા વિદ્યાર્થીઓ સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સના માધ્યમથી રશિયામાં જઇ અને એમબીબીએસનો અભ્યાસ કરવા સાથે એમ ડી અને એમ એસ પણ થઇ શકે છે અને ભારત સરકાર તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ વિદેશમાં અભ્યાસ કરીને આવતા ડોક્ટરોની ડિગ્રીને માન્યતા આપવામાં આવી છે. રશિયા અને યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટેની તમામ વિગતો આપતો સેમિનાર આગામી તા.24.6.2018ને રવિવારના રોજ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી સ્ટાર એજ્યુકેશન ગાઇડન્સ, 203, ઉત્સવ બિલ્ડીંગ વરાછા મેઇન રોડ, નાના વરાછા ચોપાટીની સામે તુલસી હોટલની ઉપર સુરત ખાતે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સેમિનારમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાગ લઇ શકશે તેમજ તમામ માર્ગદર્શન મેળવી શકશે. આ અંગેની વધુ વિગતો માટે મોબાઇલ નંબર, 9033069700 ઉપર અથવા stareg.in ઉપર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યુ છે.