Page Views: 33306

સારા આરોગ્ય માટે યોગ આવશ્યક - સુનિલ શેટ્ટી

વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સુનિલ શેટ્ટી સુરત આવ્યા

સુરત-21-6-2018

 

આરોગ્ય અને ચુસ્તી સ્ફુર્તી માટે નિયમિત યોગ અભ્યાસ આવશ્યક હોવાનું બોલિવુડના અભિનેતા સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખાસ સુરત પધારેલા સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સારા આરોગ્ય માટે યોગ ખૂબ જરૂરી છે.તેમની પોતાની ફિટનેસ માટે પણ યોગાએ ફાયદો કરાવ્યો છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને ફિટ રહેવાનો સંદેશો આપ્યો છે..તેનાથી આજે લોકો પોતાની સારા આરોગ્ય માટે જાગૃત બન્યા છે. સુનિલ શેટ્ટીની સાથે શહેરીજનોએ પણ સવારે યોગ કર્યા હતા અને પોતાની ફિટનેસ પ્રત્યે જાગૃતિ બતાવી હતી. શહેરમાં આજે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ સ્થળો પર યોગ દિવસની ઉજવણી માટે આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યુનો દ્વારા 21મી જૂનને વિશ્વ આરોગ્ય દિવસ જાહેર કરવામાં આવ્યા બાદ હવે યોગનું મહત્વ દેશમાં તેમજ વિદેશમાં લોકો સમજતા થયા છે અને શારિરીક તેમજ માનસિક શાંતિ માટે યોગના કેટલા ફાયદા છે તે પણ અનુભવતા થયા છે.