Page Views: 23487

આવકનો દાખલો સાચો હતો છતાં ખોટો ગણાવી આરટીઈ હેઠળ નું ફોર્મ રદ કરાયું

વાલીએ આવકના દાખલનું વેરીફીકેશન સર્ટીફીકેટ સાથે જીલ્લા શિક્ષણઅધિકારીને કરી ફરિયાદ

સુરત-22-05-2018

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત બોગસ દાખલા પકડવાને લઈને કલેકટર દ્વારા ફરિયાદ નોંધાવના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ બોગસ દાખલા શોધવામાં પણ એક બેદરકારી સામે આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશ માટે આપેલ આવકના દાખલો સાચો હોવા છતાં ખોટો ગણાવીને પ્રવેશ રદ કરી નાખવામાં આવતા વાલીએ જીલ્લા શિક્ષણઅધિકારીને ફરિયાદ કરી છે.

મળતી માહિતી અનુસાર, આરટીઈ હેઠળ સુરત જીલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા આવકના બોગસ દાખલાઓ પકડી પડ્યા હતા. જેમાં તેમણે આ દાખલા રજુ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવના આદેશ કર્યાં છે. તેમજ આ બોગસ દાખલાઓ રજુ કરનારાઓના પ્રવેશ રદ કરી નાખવામાં આવ્યા છે. જયારે આ મામલામાં સાચો દાખલો હોવા છતાં બોગસ દાખલો ગણાવી પ્રવેશને રદ કરી નાખ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. વાલીને આ બાબતે જાણ થતા તે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેણે મામલતદાર કચેરીએ જઈ સરકારની વેબસાઈટ પરથી આવકના દાખલો સાચો છે,  તેનું વેરીફીકેશન સર્ટીફીકેટ મેળવીને જીલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે ફરિયાદ કરી હતી.