Page Views: 45029

ફ્લોર ટેસ્ટ પહેલા યેદીયુરપ્પાનું રાજીનામું : અઢી દિવસમાં ભાજપની લીલા સંકેલાઈ

યેદીયુરપ્પાના રાજીનામાં સાથે કોંગ્રેસ-જેડીએસ ગઢબંધન નો માર્ગ થયો મોકળો

સુરત-19-05-2018

કર્ણાટક વિધાનસભામાં આજે થનારા ભાજપના ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદીયુરપ્પાના રાજીનામાની જાહેરાતે ખળભળાટ મચાવી દીધો હતો. સવારથી જ કર્ણાટક વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કે.જી.બોપૈયાની હાજરીમાં સભા શરુ થઇ હતી. જેમાં ચૂટણીમાં જીતેલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને શપથ લીધા હતા. જોકે બપોર સુધી કોંગ્રેસના બે ધારાસભ્યો ગેરહાજર રહેતા અનેક ચર્ચાઓ શરુ થઇ હતી. અંતે બંને ધારાસભ્યોએ સભામાં પહોચીને શપથ લીધા હતા. સભામાં યેદીયુરપ્પાએ સીએમના પ્રથમ ભાષણ સાથે જ રાજીનામાની જાહેરાત કરીને ભાજપ સરકારની અઢી દિવસની લીલા સંકેલી લીધી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટ શનિવારે ચાર વાગ્યે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ કર્યો હતો. જેને લઇ આજ સવારથી જ કર્ણાટક પર સમગ્ર દેશના રાજનીતિ તજજ્ઞોની નજર હતી. તેમજ ભાજપ બહુમતી સાબિત કરશે કે કેમ તે ને લઈને ચર્ચાઓ શરુ થઇ હતી. જયારે સવારથી જ કર્ણાટક વિધાનસભામાં ચૂટણીમાં જીતી આવેલા ધારાસભ્યોની શપથવિધિ પ્રોટેમ સ્પીકર કે.જી.બોપૈયાની અધ્યક્ષતામાં શરુ થઇ હતી. જેમાં તમામ ભાજપ, કોંગ્રેસ, અને જેડીએસ તથા અન્યના ધારાસભ્યો હાજર રહ્યા હતા અને શપથવિધિ શરુ થઇ હતી. જોકે આ શપથવિધિ દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્યો ગેરહાજર દેખાયા હતા. અને તેમની શોધખોળ ધરું કરવામાં આવી હતી. જેમાં થોડા સમય માટે અનેક ચર્ચાઓ શરુ થઇ હતી. અને આક્ષેપો થયા હતા. જોકે બાદ ખોવાયેલા બંને ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલે સભામાં આવી ને શપથ ગ્રહણ કર્યા હતા. બાદ કર્ણાટકના સીએમ યેદીયુરપ્પાએ સીએમ તરીકેનું પ્રથમ ભાષણ શરુ કર્યું હતું. જેની સાથે જ ભાજપીઓમાં સોપો પડી ગયો હતો. યેદીયુરપ્પાએ ભાષણમાં સીએમ પદેથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. અને વધુમાં જણાવ્યું હતું કે હું રાજભવન જઈશ અને રાજ્યપાલને રાજીનામું આપીશ. જો ભાજપને ૧૧૩ સીટ મળી હોત તો રાજ્યની સુરત બદલી નાખત. તેમજ આવતી ચુંટણીમાં ફરી ૧૫૦ બેઠક જીતી લાવવા નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યેદીયુરપ્પાના રાજીનામાંની સાથે જ ભાજપની અઢી દિવસની સત્તા સમાપ્ત થઇ છે. યેદીયુરપ્પાએ રાજીનામા સાથે પોતાની લીલા સંકેલી લીધી છે. આ રાજીનામાંની જાહેરાત થતા જ અન્ય ધારાસભ્યો અને વિરોધીઓના મોં મલકી ઉઠ્યા હતા. ફ્લોર ટેસ્ટ શરુ થાય તે પહેલા જ યેદીયુરપ્પાની આ રીતેની પીછે હઠને લઇ લોકોમાં ચર્ચા શરુ થઇ છે. યેદીયુરપ્પાને ફ્લોર ટેસ્ટમાં ભાજપ બહુમતી ન મેળવી શકવાની ખાતરી થઇ હોવાની તજજ્ઞોમાં ચર્ચા થઇ રહી છે. ભાજપની પીછે હઠ થતા જ કોંગ્રેસ-જેડીએસ ગઢબંધનની સત્તાનો માર્ગ મોકલો બની ગયો છે.