Page Views: 21548

કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકાર શનિવારે બહુમતી સાબિત કરે : સુપ્રીમ કોર્ટ

ભાજપના વકીલની સોમવાર સુધી ના સમયની વાત ને ગેરમાન્ય રાખી સુપ્રીમનો નિર્ણય

નવી દિલ્હી-18-05-2018

કર્ણાટક માં સરકાર રચવાને લઈને એક નવો વિવાદ શરુ થયો છે. વગર બહુમતીને સાથે ભાજપના યેદીયુરપ્પાએ શપથ લીધાને લઇ ઉભા થયેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી.જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે આવતી કાલે શનિવારે જ બહુમતી સાબિત કરવી પડશે. તે માટે કોઈ પ્રકારે વધુ સમય ફાળવવામાં આવશે નહિ.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કર્ણાટકમાં સરકાર બનાવવાના વિવાદને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. જેમાં ભાજપના વકીલ મુલુક રોહતગીએ કોર્ટને એક પત્ર સોપ્યો હતો. જેમાં યેદીયુરપ્પાને ભાજપના વિધાયકદળના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. બાદ રોહતગીએ દલીલ કરી હતી કે ભાજપ પાસે બહુમતી સાબિત કરવા પૂરતા ધારાસભ્યો છે. અને તે ફ્લોર ટેસ્ટ સાબિત કરવા માટે તૈયાર છે. મુલુક રોહતગીએ ભાજપ તરફથી ભાર પૂર્વકની દલીલ રજુ કરી હતી. જયારે કોગ્રેસ પક્ષના વકીલ અભિષેક મનું સંઘવીએ કોર્ટને પૂછ્યું હતું કે પહેલા કોર્ટ એ નક્કી કરે કે બહુમતી કરવાનો સાબિત કરવાનો મોકો કોને પહેલો મળશે ભાજપ ને કે કોંગ્રેસ ને ? તેમજ સંઘવીએ ઉમેર્યું હતું કે ચુંટણી અને સરકાર રચાવી બંને અલગ-અલગ બાબત છે. રાજ્યપાલને કેમ લાગે છે કે ભાજપ બહુમત સાબિત કરી શકશે, જયારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાસે બહુમત છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ-જેડીએસ વગર કોઈ પણ પ્રકારનું મોડું કર્યાં વગર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. જયારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યેદીયુરપ્પા ને સરકાર બનાવવા માટે આવતીકાલે શનિવારે સાંજે ૪ વાગ્યે ફ્લોટ ટેસ્ટ કરવામાં આવે. તેમજ જસ્ટીસ સીકરીએ ઉમેર્યું હતું કે ફ્લોરટેસ્ટ સદન ને નક્કી કરવા દો. આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. ભાજપના વકીલ રોહતગીએ શનિવારે બહુમતી સાબીતીના આદેશનો વિરોધ કરીને સોમવાર સુધીનો સમય આપવાની રજૂઆત કરી હતી. જોકે કોર્ટે તેના નિર્ણય પર ભાર મુકીને શનિવારે જ ફ્લોટ ટેસ્ટ કરવા કહ્યું હતું.