Page Views: 39542

ધર્મના માર્ગ સ્થિર થવા માટે સદગુરુનું માર્ગદર્શન જરૂરી

સુરતના વેસુમાં આગામી બેસતા મહિનાનું મંગલિક યોજાશે

સુરત-17-05-2018 (અજીત મહેતા દ્વારા)

મધ્યપ્રદેશના અલીરાજપુર નજીક અતિ પ્રાચીન તીર્થ લક્ષ્મણીજી માં મૂળનાયક દાદા શ્રી પદ્મપ્રભુ સ્વામી સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અભયદેવસુરી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષરત્નસૂરી મહારાજ સાહેબ શ્રીના મુખે બેસતા મહિનાનું મહામંગલિક યોજાયું હતું. પૂજ્ય ગુરુદેવ પ્રવચન માં ફરમાવ્યું કે સુખ અને શાંતિ મેળવવા માટે ધર્મના માર્ગે આગળ વધવું પડશે. ધર્મના માર્ગમાં સ્થિર થવા માટે સદગુરુનું માર્ગદર્શન જરૂરી છે.ગુરુચીન્ધ્યા માર્ગે પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી જ પરમગુરુની પ્રાપ્તિ સરળ બને છે.તીર્થમાં ભોજ્શાળા ના ફંડ માટે પણ જાહેરાત થતા જ ગુરુભકતો એ ખુબજ સારી રકમ લખવી હતી. આગામી બેસતા મહિનાનું પૂજ્ય ગુરુદેવનું મંગલિક સુરતમાં વેસુમાં યોજાશે. પૂજ્ય ગુરુદેવ કુલ ૨૦ દિવસ સ્થિરતા સુરતમાં કરશે. દરેક મંગલિક માં સુરત અમદાવાદ નવસારી ઓરંગાબાદ અને દેશવિદેશ થી પણ ભક્તો પધારે છે.