Page Views: 116874

અરબ સાગરમાં સક્રિય સાગર નામનું વાવાઝોડું ૪૮ કલાકમાં ત્રાટકે તેવી શક્યતા

દરિયા કાંઠાના વિસ્તારોમાં બે નંબરનું સિગ્નલ લગાવ્યું; માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

અમદાવાદ-17-05-2018

અરબ સાગરથી આવી રહેલા સાગર વાવાઝોડાની ઝપેટમાં ગુજરાત હોવાની હવામાન ખાતેએ આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતનાં સાગર કાંઠે આગામી ૪૮ કલાક દરમિયાન આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા દર્શાવી છે. તો દરિયા કિનારાના સ્થળો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જયારે જુનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, અરબ સાગરમાં હવાનું દબાણ સર્જાતા સાગર નામનું વાવાઝોડું એક્ટીવ થયું છે. આ વાવાઝોડાને લઈને ગુજરાતના પશ્ચીમ કિનારાના જિલ્લાઓમાં અસર જોવા મળી રહી છે. જયારે બુધવારના રોજ વાવાઝોડાને કારણે ધોરાજીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ ભારે પવનના કારણે ૭૬ જેટલા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાગર નામનું વાવાઝોડું આગામી ૪૮ કલાકમાં ગુજરાતનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. જેથી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા જણાવ્યું છે. તેમજ પોરબંદર સહીત દરિયા કિનારાના વિસ્તારોમાં બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.અને માંછીમાંરોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વાવાઝોડાની અસરને કારણે રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.