Page Views: 25095

કર્ણાટક માં ભાજપના યેદીયુરપ્પા એ લીધા મુખ્યમત્રી પદના શપથ

આગામી ૧૫ દિવસમાં સાબિત કરવી પડશે બહુમતી : કોંગ્રેસ જેડીએસ નો બેંગલુરુમાં વિરોધ

બેંગલુરુ-17-05-2018

કર્ણાટક વિધાન સભાની  ચુંટણી ના પરિણામ બાદ કોની સરકાર બનશે તેને લઈને લોકોમાં ચર્ચા થઇ રહી હતી.જેનો અંત આવ્યો છે.ભાજપના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર યેદીયુરપ્પા ને રાજ્યપાલ વજુભાઈ વાળા એ ગુરુવારે સરકાર બનાવવા અને બાદ મુખ્યમંત્રી ના શપથ લેવા આમંત્રણ આપ્યું હતું.જે સ્વીકારીને આજે સવારે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રીના શપથ લીધા છે. જયારે વગર બહુમતીએ ભાજપની સરકાર બનાવને લઈને વિપક્ષમાં ભારે ઊહાપો મચી જવા પામ્યો છે.જયારે હવે ભાજપ કેવી રીતે તોર મરોડ ની રાજનીતિ રમીને બહુમતી સ્મિત કરશે તેના પર લોકો અને રાજનીતિજ્ઞોની નજર છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કર્ણાટક વિધાન સભામાં ભાજપે સરકાર બનાવી છે.ગુરુવારે કોની સરકાર બનશે. તેના પર સૌની નજર હતી. જયારે ગુરુવારે સાંજના રાજ્યપાલ વજુભાઈ વાળા એ ભાજપના મુખ્યમત્રી પદના ઉમેદવાર યેદીયુરપ્પાને બોલાવી સરકાર રચવા અને સીએમ ના શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. જે સ્વીકારીને આજે સવારે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જયારે ચૂટણીમાં ભાજપને કુલ ૧૦૪ સીટ મળી છે.ને બહુમતી માટે કુલ ૧૧૨ સીટ ની જરૂર હોવાથી હજુ પણ ૮ સીટની ઘટ છે.એ હવે પૂરી કરવી પડશે.અને આગામી ૧૫ દિવસમાં યેદીયુરપ્પાએ બહુમતી સાબિત કરવી પડશે. હવે ભાજપ કોંગ્રેસ-જેડીએસ ના ધારાસભ્યોએ તેના તરફ લાવવ માટે કેવી રાજનીતિ રમશે તેના પર લોકોની નજર છે. જયારે યેદીયુરપ્પા ના સીએમ પદના શપથ બાદ બેંગલુરુમાં જ જેડીએસ નાકોંગ્રેસના અગ્રણી નેતાઓએ આ શપથ વિધીનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે બેંગલુરુમાં ગાંધીજીની મૂર્તિ પાસે વિરોધ સાથે ધારણા કર્યાં હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ પર આક્રરા પ્રહારો કરતા ટ્વીટ કર્યું હતું કે ભાજપે બહુમતી મેળવ્યા વગર સરકાર બનાવી છે.ભાજપે બંધારણ ને મજાક બનાવી દીધું છે.