Page Views: 31875

જુલાઈમાં નવી સિવિલને નવું સીટી સ્કેન મશીન મળશે

રૂપિયા ૪.૫૦ કરોડનું ટેન્ડર આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મંજુર કર્યું

સુરત-25-04-2018

સુરત નવી સિવિલમાં સીટી સ્કેનના મશીન થી પરેશાન થતા દર્દીઓને માટે સારા સમાચાર છે. છેલ્લા કેટલાય દિવસોથી ખોટવાઈ ગયેલા સીટી સ્કેન બાદ આરોગ્ય મંત્રી એ રૂપિયા ૪.૫૦ કરોડના નવા સીટી સ્કેન મશીનનું આપેલું ટેન્ડર મંજૂર કર્યું છે. હવે આગામી જુલાઈ મહિનામાં સિવિલમાં નવું સીટી સ્કેન આવી જશે. જેનો હજારો લોકોને  લાભ મળશે.

ગત સપ્તાહમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આકસ્મિક નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં તેને નવી સિવિલમાં દર્દીઓ ને પડતી હાલાકીઓ અને પરેશાનીની જાણ થઇ હતી. દરમિયાન તેમને વિવિધ ડીપાર્ટમેન્ટમાં જઈને લોકોને પડતી હાલાકીનો અભ્યાસ કર્યો હતો. તેમજ રજુઆતોને સાંભળી હતી. આ દરમિયાન એક મહિલા ડોક્ટર ને મંત્રી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. જેની નોંધ સરકારે પણ લીધી હતી. અને ડોક્ટર વાઢેલને તાપસ કરવા જણાવ્યું હતું. જોકે આજે મળેલી બેઠક માં આરોગ્ય મંત્રીએ નવી સિવિલ માં સીટી સ્કેન મશીન અંગેનું રૂપિયા ૪.૫૦ કરોડ ની એક ટેન્ડર મંજુર કર્યું હતું. જેને કારણે આગામી જુલાઈમાં નવી સિવિલને મળશે અને હજારો લોકો તેનો લાભ લઇ શકશે.