Page Views: 32273

પાંડેસરા માં વસંત ફેબ્રિકસમાં આગ: ગુંગળામણથી એક મોત

આગના કારણે મિલમાં ભોજન લઇ રહેલ મજૂરોમાં નાસભાગ મચી

સુરત-25-04-2018

પાંડેસરા માં આવેલ એક મિલમાં આજે અચાનક આગની ઘટના બનવા પામી હતી જેમાં ફાયરે તાત્કાલિક ઘટના સ્થાલકે પહોચીને આગ કાબુ મેળવ્યો હતો.આગને કારણે મચેલી ભાગદોડમાં મિલમાં બે મજુરો ફસાયા હતા.જેમને રેસ્ક્યુ કરાયા હતા.જોકે આગ થી થયેલા ધુમાડાની અસરમાં બંને મજુરો આવી જતા તેમને નવી સિવિલ ખસેડવામાં આવ્યા હતા.જેમાં એકનું મોત નીપજ્યું હતું. જયારે એકની હાલત ગંભીર છે.

પાંડેસરા પોલીસ મથકની સામે આવેલ ગલીમાં વસંત ફેબ્રિકસની મિલ આવેલ છે. જેમાં આજે બપોરના માંજરો ભોજન કરી રહ્યા હતા.દરમિયાન અચાનક આગ લાગી હતી.જેને કારણે ભોજન લઇ રહેલા મજુરો ભાગ્યા હતા.જેમાં બે મજુરો અંદર ની તરફ ભાગ્યા હતા. આ અંગે સ્થાનિકોએ ફાયર ને જાણ કરતા ફાયર ની સાત ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોચી હતી. અને આગ પર પાણી નો મારો ચલાવી ને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ માંથી નીકળતા ધુમાડા દુર સુધી દેખાતા લોકોની ભીડ જમા થઇ ગઈ હતી.ફાયરને મિલમાં મજુરો હોવાનું જાણ થતા તેમને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. અને બંને મજુરોને બહાર કાઢ્યા હતા.જોકે ત્યાં સુધી માં બંને મજુરો પર ધુમાડાની અસર થઇ હતી જેને કારણે તેમને તાત્કાલિક અનવી સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં એક મજુર ૬૦ વર્ષીય પંડિતભાઈ નું મોત નીપજ્યું હતું.જયારે અન્ય એક છોટુભાઈ સીતારામ મહાજન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.જયારે આગમાં મિલમાં રહેલ માલ બળીને ખાખ થઇ ગયો હતો.