Page Views: 25162

માતા સાથે વાતચીત કરચે તો જ બોલવાની વાતે માઠું લાગી આવતા પરણીતાની મોતની છલાંગ

પાંચ પુત્રની સાથે ૧૨માં માળેથી કર્યો આપઘાત

સુરત-23-04-2018

અડાજણ પોલીસ મથક ની હદમાં આજે સવારે પાલ અડાજણ વિસ્તારમાં આવેલ સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટ ના બાર માં માળેથી આઈટી વિભાગ ના રીકવરી ઇન્સ્પેક્ટરની પત્ની તેના માસુમ બાળકને ફેકી દીધા બાદ પોતે મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સૂત્ર દ્વારા આપઘાત પાછળનું મળતી જાણકારી અનુસાર મહિલાને તેણી સાસુ સાથે બનતું ન હતું તેથી બંને વચ્ચે વાતચીત કરતા નહિ હોવાથી, પતિએ તેણી પત્ની ને કહ્યું હતું કે વાતચીત કરીશ તો જ હું તારી સાથે વાતચીત કરીશ અને આજે સવારે પતિ-પત્ની વચ્ચે વાતચીત નહિ થતા મહિલાને માથું લઈ આવતા આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના અંગે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ હરિયાણા ના અને અડાજણ –પાલ વિસ્તારમાં આવેલ સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટ માં રહેતા અને આઈ.ટી ના રીકવરી વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામનિહારી નેન ની પત્ની ચંચળબેન આજે સવારે તેના પાંચ વર્ષ ને બારમાં માળથી નીચે ફેકી દીઘા બાદ પોતે મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે અડાજણ પોલીસ ને જાણ થતા પીઆઈ કે.કે.ચૌહાણ સહીત પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોચી માતા- પુત્ર નો લાશ નો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મળતી માહિતી અનુસાર મૃતક ચંચળબેન અને તેણી સાસુ વચ્ચે અણબનાવને લઈને બંને વચ્ચે વાતચીત થતી નહિ હોવાથી રામનિહારે તેણી માતા સાથે તેની પત્ની ચંચળબેન ને તેણી માતા સાથે કરશે તો જ તારી સાથે વાત કરીશ તેમ કહ્યું હતું. આજે સવારે સાસુ વહુ વચ્ચે વાતચીત નહિ થતા રામનિહાર નેન તેણી પત્નીની સાથે વાતચીત કરી ન હતી જેનું માથું લાગી આવતા ચંચળબેને આ પગલું ભર્યા નું સુત્રોએ જણાવ્યું હતું.