Page Views: 91171

તો શું 2000 ની નોટ બંધ કરશે સરકાર? બેન્કિગ વ્યવસ્થામાં 70 હજાર કરોડની તંગી

સૂત્રોને જાણકારી મુજબ એક દિવસ પહેલા 60 ટકા એટીએએમ કામ કરી રહ્યાં હતા.

                દેશમાં રોકડની તંગીની પરિસ્થિમાં ઝડપથી સુધાર થઇ રહ્યો છે અને દેશભરમાં અંદાજે સવા બે લાખ એટીએએમમાં 80 ટકા સામાન્ય રીતે કામ કરવામા લાગ્યા છે. સૂત્રોને જાણકારી મુજબ એક દિવસ પહેલા 60 ટકા એટીએએમ કામ કરી રહ્યાં હતા.

             સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય, રિઝર્વ બેન્ક, બેન્કો અને રોકડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇને જનારી કંપનીઓ વચ્ચે તાલમેલની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. દેશની સૌથી મોટ બેન્ક એસબીઆઇએ જણાવ્યું છે કે ગત 24 કલાકમાં એટીએએમમાં રોકડની તંગી ઓછી થઇ ગઇ છે. 200 રૂપિયાની નોટના છાપકામમાં ઝડપના કારણે તંગી ઓછી થઇ છે.તૃણમુલ કોંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ સરકારને પુછ્યું છે કે તેઓ રોકડની તંગી પાછળના સાચા કારણને દેશની જનતા સમક્ષ રાખે. શું સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઇ રહી છે. નાણા પરની સંસદની સ્થાયી સમિતિના સભ્ય ત્રિવેદીએ કહ્યું આ સમસ્યાના સાચા કારણને જાણવુ જનતાનો અધિકાર છે, લોકશાહીમાં સરકાર તેમની આંખોમાં ધૂળ નાંખી શકે નહી.