Page Views: 85304

જ્જ લોયા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણય: જાણો શું છે મામલો?

લોયાના મૃત્યુની નિષ્પક્ષ તપાસ ની માગણી કરતી અરજી પર 16 માર્ચે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

                 જ્જ લોયાના સંદિગ્ધ મૃત્યુ કેસમાં આજે સુપ્રિમ કોર્ટમાં આજે નિર્ણય કરવામાં આવશે. જ્જ લોયાનું મૃત્યુ સ્વાભાવિક હતું કે તે અંગે તપાસની જરૂરિયાત છે તે અંગે સુપ્રીમ કોર્ટન નિર્ણય કરશે. કોંગ્રેસના નેતા તહસીન પૂનાવાલા, પત્રકાર બીએસ લોને, બાંબે લોયર્સ એસોસિયેશન સહિત અન્ય દ્વારા વિશેષ જ્જ બીએચ લોયાના મૃત્યુની નિષ્પક્ષ તપાસ ની માગણી કરતી અરજી પર 16 માર્ચે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

                  સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જ્જો દ્વારા 12 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી પત્રકાર પરિષદના કારણે લોયા કેસની સુનાવણી માટે એક બેન્ચનું ગઠન કરવુ પડયું હતું. જો કે તે બેન્ચે આ કેસમાંથી ત્યારબાદ પોતાને અલગ કરી દીધું હતું. ત્યારબાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાંવાળી ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી.

                  ઘણ બધા દિવસ સુધી ચાલેલા હાઇ-વોલ્ટેજ સુનાવણી દરમિયાન અરજી કરનારાઓને કહેવામાં આવ્યું કે જ્જ લોયાની મોતની નિષ્પક્ષ તપાસ જરૂરી છે. અરજી કરનારના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું જ્જ લોયા મામલે જે થઇ રહ્યું છે તે પરેશાન કરનારું છે. એક પછી એક જ્જને સજા આપવામાં આવી રહી છે.ગત દિવસોમાં જ્જ લોયા મામલાને બોમ્બે હાઇકોર્ટના બીજા જ્જ પાસે મોકલી દેવામાં આવ્યો. દવેએ કહ્યું આ મામલાને બીજા જ્જ પાસે એટલા માટે મોકલવામાં આવ્યો તેમણે સોહરાબુદ્દીન એનકાઉન્ડર મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહને આરોપમુક્ત કરવાના નિર્ણય વિરુધ્ધ અપીલ ન દાખલ કરવાને લઇને સીબીઆઇ પર સવાલ ઉભા કર્યા હતા.રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ સોહરાબુદ્દીન એનકાઉન્ટર મામલાના ટ્રાયલ ચલાવનાર જ્જ લોયાનું મૃત્યુ 2014માં થયું હતુ. અરજદારોએ જ્જ લોયાના મોતની નિષ્પક્ષ તપાસ માટે અપીલ કરી છે.