Page Views: 15991

પાકિસ્તાને કાશ્મીરના સુંદરબની વિસ્તારમાં કર્યો યુધ્ધવિરામ ભંગ: બે જવાન શહીદ

તે સિવાય જમ્મુ જિલ્લાના ખૌડ વિસ્તારમાં આવેલ કેરી સેકટરમાં ફાયરિંગની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

            પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના સુંદરબની વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે જવાન શહિદ થયા છે. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. તે સિવાય જમ્મુ જિલ્લાના ખૌડ વિસ્તારમાં આવેલ કેરી સેકટરમાં ફાયરિંગની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

          ભારત-પાકિસ્તાનના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસી ગયા છે. પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક સમયથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ હુમલાને લઇને ગૃહ મંત્રાલયે એક રિપોર્ટ રજૂ કર્યો છે.બે મહિનામાં પાકિસ્તાન તરફથી સરહદ અને આંતરરાષ્ટ્રીય સરહદ પર 633 વખત યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીરની સરહદ પર 432 વખત જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ પર 201 વખત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે.જ્યારે 2017માં પાકિસ્તાનને સરહદ પર 860 વખત સરહદ પર જ્યારે આંતરરાષ્ટ્રિય સરહદ પર 111 વખય ફાયરિંગ કર્યું હતું. યુધ્ધ વિરામના ભંગમા કરાયેલા ફાયરિંગમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 12 નાગરિકોનાં મોત અને 10 જવાન શહીદ થયા હતા.