Page Views: 45401

સલમાનના જામીન પર કાલે આવશે ચુકાદો, આજની રાત પણ રહેશે જેલમાં

બાકીના અન્ય આરોપી સૈફ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરાયા

જોધપુરઃ-

                    20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાનની જામીન અરજી પર જોધપુરની સેશન્સ કોર્ટમાં શુક્રવારે સુનાવણી જઈ. જજ રવિન્દ્ર કુમાર જૈને કહ્યું કે રેકોર્ડ જોયા બાદ જ આ મામલામાં કાલે સુનાવણી થશે. આ પહેલા સલમાનના વકીલોએ 51 પાનાની જામીન અરજી દાખલ કરી હતી. જેમાં 54 પોઇન્ટ્સને આધાર બનાવ્યા હતા. સીજેએમ કોર્ટે સલમાનને ગુરુવારે દોષિત કરાર કરતા 5 વર્ષ જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 3 વર્ષથી વધુ સજા થઈ હોવાના કારણે સલમાનને ટ્રાયલ કોર્ટથી બેલ નહીં મળે. તેના વકીલોએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે પરંતુ જજે તાત્કાલીક ચુકાદો આપવાની ના કરી દીધી હતી.

                     સેશન્સ કોર્ટમાં જો શનિવાર જામીન મંજૂર થયા તો સલમાન જેલમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ જામીન નકારવામાં આવ્યા તો તેણે હાઈકોર્ટ જવું પડશે અને એવી સ્થિતિમાં વીકેન્ડ હોવાના કારણે તેણે એક દિવસ વધુ જેલમાં રહેવું પડશે. પછી સોમવારે જ હાઈકોર્ટમાં અપીલ કરી શકશે.ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સલમાન ઉપરાંત અન્ય આરોપીએ સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્ર અને નીલમને સંદેહનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.