Page Views: 23881

સૌરાષ્ટ્ર-કચ્છમાં 4.8ની તીવ્રતાના ભૂકંપનો આંચકો: કેન્દ્ર બિંદુ ભચાઉથી 22 કિમી દૂર

કોઇ જાનહાની થયાનું જાણવા મળ્યું નથી.

ભુજ:-

            વહેલી સવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તથા ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરે જણાવ્યું કે કેન્દ્ર બિંદુ ભચાઉથી 22 કિમી દૂર દક્ષિણ દિશામાં હતું. સવારે 4 વાગ્યે લોકો ઉંઘ માણી રહ્યાં હતા તે દરમિયાન ધરા ધ્રૂજી હતી, કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

           સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 22 કિમી દૂર દક્ષિણ દિશામાં હતું. ભૂકંપની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં અનુભવાય હતી. તો સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તથા ઉનામાં પણ આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર તરફથી જણાવ્યા પ્રમાણે વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. એક સવારે 4 વાગ્યે અને બીજો 6 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો, બંને આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 22 કિમી દૂર નોંધાયું હતું, ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, તંત્રનું કહેવું છે કે કોઇ જાનહાની થયાનું જાણવા મળ્યું નથી.