Page Views: 12335

સ્કૂલોના હિસાબો RTIમાં માંગી વાલીમંડળો ગેરરીતિ બહાર લાવશે

સ્કૂલ માન્યતાનું સર્ટિ., વર્ગો, શિક્ષકોની લાયકાત સહિતના મુદ્દે RTI કરી સંચાલકોને ખુલ્લા પાડશે

અમદાવાદ:-

            અમદાવાદના વાલી સ્વરાજ મંચ સહિતના વાલીમંડળોની બેઠક મળી હતી જેમાં વાલીઓએ હવે સુપ્રીમમાં ગયેલી સ્કૂલોના ઓડિટેડ નાણાકીય હિબાસો સહિતની તમામ વિગતો આરટીઆઈમાં માંગવાનું નક્કી કર્યુ છે.આરટીઈમાં તમામ માહિતી માંગીને વાલીમંડળો સ્કૂલોના સંચાલકોની ગેરરીતિ બહાર લાવશે.

           સીબીએસઈ,આઈસીએસઈ અને ગુજરાત બોર્ડની મોટી ખાનગી સ્કૂલો વર્ષે કરોડો રૃપિયા કમાવા છતાં પણ સરકારના ફી નિર્ધારણ કાયદાને માનવા તૈયાર નથી અને ફી ઘટાડવા તૈયાર નથી ત્યારે સુપ્રીમમાં ગયેલા આ મોટી સ્કૂલોની આરટીઆઈમાં માહિતી માંગી વાલી મંડળો હવે સંચાલકોને સમાજ સામે ખુલ્લા પાડશે અને નફાખોરી સહિતની ગેરરીતિ બહાર લાવશે.વાલીમંડળોની આજે એક બેઠક મળી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા માન્ય ખાનીગ પ્રાથમિક શાળાનું ટ્રસ્ટ,શાળાની માન્યતાના પત્રો, ટ્રસ્ટી મંડળના સભ્યોના નામ, ઉપલબ્ધ સગવડ,તથા રજિસ્ટ્રેશન નંબરની માહિતી ઉપરાંત સરકારના ૧૯૯૮ના જાહેરનામાનું પાલન થયુ છે કે નહી અને ન થયુ હોય તો જવાબદાર અધિકારીઓ,નિરીક્ષકોના વર્ષવાર નાામ હોદ્દાની માહિતી મંગાશે.

આ માહિતી ઉપલબ્ધ ન હોય કે ચોરાઈ ગઈ હોય તો પોલીસ કેસ કે પંચનાામાની નકલની માહિતી પણ મંગાશે.આ ઉપરાંત વાલીમંડળો ડીઈઓ કચેરીમાંથી આરટીઆઈ કરીને શિક્ષકોની ક્વોલિફિકેશન, સ્કૂલમાં માન્ય વર્ગો તથા સ્કૂલ ટ્રસ્ટની તમામ માહિતી માંગશે.