Page Views: 27947

કરજાળાની શેલનદીમાંથી રેતી ખનન સામે ગ્રામજનોને વિરોધ

સુરત-અમદાવાદમાં રહેતા કરજાળાના ગ્રામજનોએ કરજાળા દોડી જઇ અમરેલી જિલ્લા ક્લેકટરને આવેદન પત્ર આપ્યું

અમરેલી – 13-3-2018

 

 સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામ ખાતે નદીમાંથી રેતી ખોદવામાં આવતી હોવાથી તેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સુરત અને અમદાવાદ ખાતે રહેતા કરજાળા ગામના અગ્રણીઓએ આ અંગે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી. કરજાળા ગામના રહીશો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એવી રજૂઆત કરવામાં આવી છે કે, તેમના ગામમાંથી પસાર થતી શેલ નદીના પટમાંથી રેતી માફીયાઓ દ્વારા આડેધડ રેતી ખનન કરવામાં આવે છે. અગાઉ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતા પણ તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. બેફામ બનેલા રેતી માફીયાઓને કારણે ખેતીને પણ નુકસાન ભોગવવાનો વખત આવ્યો છે. ધારાસભ્યોને રજૂઆત કરવા છતા પણ ભૂ માફીયાઓ દ્વારા તેમની આ રેતીચોરીની પ્રવૃતી અટકાવવામાં આવી નથી અને રજૂઆત કરનારાઓને ધાક ધમકી આપવામાં આવે છે અસામાજીક તત્વોના સહારે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. કરજાળા ગામના લોકોની આ સમસ્યા અંગે જાણ થતા સુરત સહિત અમદાવાદમાં વસતા કરજાળા ગામના અગ્રણીઓ પણ ખાસ અમદાવાદથી અમરેલી ગયા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી.