Page Views: 31869

નિવૃત શિક્ષિકા રેખાબેનના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યુ

ડોનેટ લાઈફ દ્વારા ૨૪૩ કિડની, ૯૮ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૦૬ ચક્ષુઓના દાન મેળવી જનસેવાનું કાર્ય

સુરત-13-3-2018

 

શનિવાર તા. ૧૦ માર્ચ ૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૩૦ કંલાકે રેખાબેનને ઉલટી થતા બેભાન થઇ જતા તેમને તાત્કાલિક મહાવીર ટ્રોમા હોસ્પીટલમાંફીજીશીયન ડો.રાજેશ બકરીવાળા અને ન્યુરોફીજીશિયન ડૉ.પાર્થિવ દેસાઈ ની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેનહેમરેજઅનેમગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.સોમવાર તા:૧૨મી માર્ચના રોજ ન્યુરોફીજીશયન ડૉ.પાર્થિવ દેસાઈ અનેન્યુરોસર્જન ડૉ.પરાગ પંડયાએ રેખાબેનને બ્રેનડેડ જાહેરકર્યા હતા. ફીજીશીયન ડો.રાજેશબકરીવાળા અને ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.આલોક શાહે ડોનેટલાઈફના પ્રમુખની લેશમાંડલેવાલા નોટેલીફોનીક સંપર્ક કરી રેખાબેનના બ્રેનડેડઅંગેની માહિતી આપી હતી. ડોનેટલાઈફનીટીમે હોસ્પિટલ પહોંચીરેખાબેન પુત્રકંદર્પ, તેમજ પરિવારના ડો.બંકિમ દેસાઈ, ડૉ.અનિતા દેસાઈ,  ડૉ.રચના દેસાઈ, CA નિરવ દેસાઈતથાપરિવારના અન્ય સભ્યોનેઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારનાસૌ સભ્યોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રો માં ઓર્ગન ડોનેશનના સમાચાર વાંચતા હતા.તેમજ હોસ્પીટલના આઈ.સી.યુ. ની બહાર ઓર્ગન ડોનેશનની જાણકારી આપતા ડોનેટ લાઈફના પોસ્ટર દ્વારા પણ અમને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાયું હતું. આથી જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેમનું મૃત્યું નિશ્ચિત જ છે ત્યારે એમના અંગો બળીને રાખ થઇ જાય એના કરતાં તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનનીસંમતિમળતાનીલેશમાંડલેવાલાએઅમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)નાડો.પ્રાંજલ મોદીનોસંપર્કકરીકિડની તથા લિવરનુંદાનલેવાઆવવામાટેજણાવ્યું હતું.            

                                                અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુચેત ચૌધરીઅને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલીકિડની પૈકી એક કિડની  પટિયાલા પંજાબનાં રહેવાસી મદનગોપાલ જગન્નાથ ગર્ગ ઉ.વ. ૬૪ અને બીજી કિડની વલસાડના રહેવાસી ગુલામ બશીર મોહમ્મદ શેખ ઉ. વ. ૬૩ માં, જયારે લિવરબરોડાના રહેવાસી જીજ્ઞેશ દિલીપભાઈ શાહ ઉ.વ. ૪૨માં અમદાવાદનીInstitute of Kidney Diseases and Research Centre (IKDRC)માંડો. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમદ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.                  અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાંરેખાબેનના પુત્ર કંદર્પ, તેમજ પરિવારના ડો.બંકિમ દેસાઈ, ડૉ.અનિતા દેસાઈ,ડૉ.રચના દેસાઈ, CA નિરવ દેસાઈ અનેપરિવારના અન્ય સભ્યો,ફીજીશીયનડો.રાજેશ બકરીવાળા,ન્યુરોફીજીશ્યનડૉ.પાર્થિવ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.પરાગ પંડયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.આલોક શાહમહાવીર ટ્રોમા હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટલાઈફનાપ્રમુખશ્રીનીલેશમાંડલેવાલા અને સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૪૩ કિડની, ૯૮ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૦૬ ચક્ષુઓના દાન મેળવીને ૫૬૭ વ્યક્તિઓનેનવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.