Page Views: 35834

બિલ્ડર શૈલેષ ભટ્ટને આઇ ટી ઇ ડીના અધિકારીઓના નામે ધમકી

શૈલેષ ભટ્ટે કિરીટ પાલડિયા દ્વારા મેસેજ કરીને ધમકી અપાતી હોવાનો આરોપ મુકવા સાથે વધુ એક વીડીયો વાયરલ કર્યો

સુરત-13-3-2018

સુરતના બિલ્ડરનું અપહરણ કરીને તેને ગોંધી રાખ્યા બાદ તેની પાસેથી ખંડણી ઉઘરાવવાના કેસની તપાસ ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ બિલ્ડર દ્વારા આજે બીજા દિવસે પણ એક વીડીયો વાયરલ કરીને તેના એક સમયના સાથીદાર સામે આરોપ મુકવામાં આવ્યો છે કે, તેને આઇ ટી અને ઇ ડી ના અધિકારીઓના નામે ધમકીઓ આપવામાં આવી રહી છે.

બિલ્ડર શૈલેષ ભટ્ટે આજે બ્લેક ટી શર્ટ પહેરી અને પોતાનો જે વીડીયો વાયરલ કર્યો છે તેમાં તેણે કિરીટ પાલડિયા સામે એવો આરોપ મુક્યો છે કે, તેને સરકારમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. કિરીટ પાલડિયા દ્વારા હેક્સા કોઇન બનાવવામાં આવ્યાની વાત મેં જાહેર કરી ત્યાર બાદ તેના દ્વારા મને મેસેજ કરી અને ઇન્કમટેક્સના ઉચ્ચ અધિકારીઓના નામે તેમજ ઇ ડી ના અધિકારીઓના નામે લાંબા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. વધુમાં શૈલેષ ભટ્ટે એવો પણ આરોપ મુક્યો છે કે, મને આ પ્રકારે ધમકી આપી અને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, બિલ્ડર શૈલેષ પાલડિયનું અપહરણ કરીને તેને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને તેનો તોડ કરવામાં આવ્યો હતો અને રૂપિયા પાંચ કરોડ પડાવાયા હતા. ત્યાર બાદ સૌરાષ્ટ્રના ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ પણ આ પ્રકરણામાં બહાર આવ્યુ છે અને શૈલેષ ભટ્ટ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરાયા બાદ સમગ્ર તપાસ સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાની સીધી દેખરેખ હેઠલ તપાસ શરૂ કરવામાં આવી છે.