Page Views: 7459

મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની આ માંગોને મનાવવામાં સફળ રહ્યાં ખેડૂતો

જાણો કઇ કઇ માંગો પર રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર...

મુંબઇઃ

           માકપાનું ખેડૂત સંગઠન અખિલ ભારતીય ખેડૂત સભા દ્વારા નાસિકથી મુંબઇ સુધી કાઢવામાં આવેલા મોર્ચા બાદ દબાવમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે આંદોલનકારી ખેડૂતોની મોટાભાગની માંગો માની લીધી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળની વચ્ચે 3 કલાક સુધી બેઠક ચાલી. સરકારના લેખિત આશ્વાસન બાદ આંદોલન સમાપ્ત થયું. સરકારનું કહેવું છે કે તેમને ખેડૂતોની 90 ટકા માંગ મંજૂર કરી લીધી છે.

જાણો કઇ કઇ માંગો પર રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર...

          આદિવાસીઓના વન જમીન અધિકાર કાયદા અંતર્ગત જમીનના પટ્ટા આપવાનો નિર્ણય છ મહિનાની અંદર કરવામાં આવશે. આદિવાસીઓને 4 હેક્ટર સુધીની જમીનનો પટ્ટો આપવામાં આવશે.કૃષિ ઉપજની ખર્ચનો દોઢ ગણો ભાવ આપવા સરકાર પુરેપુરા પગલા ભરશે. સાથે રાજ્ય મૂલ્ય આયોગની સમિતિમાં જુદાજુદા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. ઉપરાંત 50 ટકા અનાજ નાફેડના માધ્યમથી ખરીદવામાં આવશે.વિદર્ભ અને મરાઠાવાડમાં કીડા પડવાથી કપાસ અને અનાજનો પાકમાં થનારા નુકશાનની ભરપાઇની રકમ રાજ્યના બધા 1162 રેવન્યૂ મંડળોમાં વહેંચવામાં આવશે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાનની ભરપાઇ તાત્કાલિક કરવામાં આવશેનદી જોડો પરિયોજના અંતર્ગત નાર-પાર અને દમન ગંગા પિંજાલ નદીનું પાણી અહેમદનગર અને મરાઠાવાડમાં મોકલવાન વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત નાસિકના સુરગાણા તાલુકાના 31 કોલ્હાપુર પદ્ધતિનાં બંધોને નદી જોડો પરિયોજનામાં સામેલ કરવામાં આવશેજુના અને ફાટી ગયેલા રેશન કાર્ડને છ મહિનામાં બદલવામાં આવશે. સરકારનું કહેવું છે કે આદિવાસી વિસ્તારોમાં આ કામ ત્રણ મહિનામાં પુરુ થશે. અનાજ યોગ્ય લાભાર્થીને ના મળવાની ફરિયાદોનો નિપટારો મુખ્ય સચિવની અધ્યક્ષતા વાળી સમિતિ કરશે.કિસાનો પાસેથી ખરીદવામાં આવેલા દુધની કિંમત શેરડીના ધોરણે 70-30ના ફોર્મ્યૂલા પ્રમાણે નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી જલ્દી બેઠક બોલાવવામાં આવશે. ખેડૂત ઇચ્છે કે દુધની ખરીદીનું મૂલ્ય 40 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવે.