Page Views: 31183

એડવોકેટ પ્રીતિ જોશીને વુમન ઓફ ધ ડિગ્નીટી ઇન્ટરનેશનલ એવોર્ડ-૨૦૧૮ અપાયો

ડી-ખુશાલદાસ જ્વેલર્સના સંચાલક દીપક ચોકસીના હસ્તે અપાયો એવોર્ડ

સુરત-12-3-2018

 

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે ઓરિજીનેટર ઓરગેનીક પ્લેનેટ દ્વારા (OOP) ગાંધીસ્મૃતિ ભવન ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  વિવિધ ક્ષેત્રમાં સફળતા અને સિદ્ધિ મેળવનાર સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  જેમાં સુરત ખાતેથી વકીલાતના ક્ષેત્રમાં સંઘર્ષ કરી સફળતા મેળવનાર એડવોકેટ શ્રીમતી પ્રીતિ જીજ્ઞેશ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ડી-ખુશાલદાસ જ્વેલર્સ પાર્લે પોઇન્ટના સંચાલક દીપક ચોકસીના વરદ હસ્તે વુમન ઓફ ધ ડિગ્નીટીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એડવોકેટ પ્રીતિબેન જોશી સમાજમાં મહિલાઓના ન્યાયીક અધિકારો માટે સતત સંઘર્ષ કરતા રહે છે તેમજ તેમને ન્યાય મળે એ દિશામાં તેઓ વિવિધ સેમિનાર સહિતના કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે છે.