Page Views: 23520

રૂ.48 લાખના હીરાની ખરીદી કરી પેમેન્ટ ન કરનારા ત્રણ સામે ગુનો નોંધાયો

મહીધરપુરા પીપળાશેરીના વેપારી પાસેથી ખરીદ્યા હતા તૈયાર હીરા

સુરત-12-3-2018

મહીધરપુરા હીરા બજારમાં વેપારી પાસેથી તૈયાર હીરા વેંચાણથી લઇને પેમેન્ટ ન ચુકવનારા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે પોલીસ પાસેથી મલતી વિગતો અનુસાર, ઉત્રાણ પાવર હાઉસ સામે આવેલા વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા રાઘવભાઇ સવજીભાઇ ઇટાલિયાની મહીધરપુરા પીપળાશેરી ખાતે આવેલી હીરાની ઓફિસમાંથી દિપક વજુ બોદરા, ભરત જગુભાઇ ગીડા અને રાજુ પુના ભાદાણીએ અલગ અલગ સમયે તૈયાર હીરાની ખરીદી કરી હતી. કુલ રૂપિયા 48 સાથ 18 હજાર 732ની કિંમતના તૈયાર હીરાની ખરીદી કર્યા બાદ આ ત્રણેય દ્વારા રાઘવભાઇને સમયસર પેમેન્ટ આપવામાં આવ્યું ન હતું જેથી તેમણે પોતાના લેણા નીકળતા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. તેમ છતા તમામ આરોપીઓએ રૂપિયા ચુકવવાનો ઇન્કાર કરતા આખરે પોલીસે દિપક વજુ બોદરા, ભરત જગુભાઇ ગીડા અને રાજુ પુના ભાદાણી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વધુ તપાસ પીએસઆઇ એચ.એમ.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.