Page Views: 33185

શૈલેષ ભટ્ટે નવો વીડીયો વાયરલ કર્યો- નેક્સટા કોઇન કિરીટ પાલડિયા આણી મંડળીએ બનાવ્યો

બે હજાર કરોડનું ચિટીંગ કરવાનો ટાર્ગેટ હોવાનો પણ આરોપ મુકતા સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ

સુરત-12-3-2018

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને તેને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓના સાથ સહકારથી ગૌંધી રાખી તોડ કરવાના કેસમાં બિલ્ડર શૈલેષ ભટ્ટે આજે વધુ એક વીડીયો વાયરલ કર્યો છે. આ વીડીયો ક્લિપમાં બિલ્ડર દ્વારા કિરીટ પાલડિયા સહિત તેના તમામ સાગરીતોના કરતૂતોનો પર્દાફાશ કરવા માટે અનેક આરોપો મુકવામાં આવ્યા છે અને આ ટોળકી મોટા પાયે ઉઠમણું કરવાની ફિરાકમાં હોવાનું પણ જણાવાયું છે.

બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા આજે જે વીડીયો વાયરલ કરાયો છે તેમાં તેમણે એવુ જણાવ્યું છે કે, કિરીટી પાલડિયાએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ ખાતે એક મિલ બનાવી છે. આ મિલ બનાવવા માટે બેન્કમાંથી રૂપિયા 60 કરોડની લોન લેવામાં આવી છે અને આ લોન પણ ભરપાઇ ન કરીને બેન્ક સાથે ચિટીંગ કરવાનો કિરીટ પાલડિયા અને તેના સાગરીતોનો પ્લાન છે. ઉપરાંત કિરીટ પાલડિયા અને તેના મળતિયાઓ દ્વારા પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઇ સહિત સરકારી અને અર્ધ સરકારી બેન્કોમાં અંદાજે 250થી 300 જેટલા ડમી એકાઉન્ટો ખોલાવવામાં આવ્યા છે. આ તમામ ડમી એકાઉન્ટોમાં બોગસ એન્ટ્રીઓ કરાવીને બે નંબરના ટ્રાન્ઝેકશન કરવામાં આવે છે જો આ તમામ એકાઉન્ટોની તપાસ થાય તો ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે. બિલ્ડર શૈલેષ ભટ્ટે વધુમાં એવો આરોપ પણ મુક્યો છે કે, હું ચાર મહિના સુધી કિરીટ પાલડિયા અને તેની ટોળકી સાથે રહ્યો છું કિરીટ પાલડિયા, સતિષ કુંભાણી, અંકુર નાકરાણી અને સુરેસ નામના વ્યક્તિ દ્વારા ફોરેનમાંથી ઓપરેટ થાય એવુ ડમી એકાઉન્ટ બનાવીને બજારમાં બિટ કોઇનની જેવા જ નેક્સટા કોઇન મુકવામાં આવ્યો છે. આ ઇ ચલણના કારોબાર માણે તેણે કેટલાક કમિશન એજન્ટો રાખીને માર્કેટમાંથી રૂપિયા ઉસેટ્યા છે.

ઃઃઃઃઃઃઃઃ9 કરોડ નેક્સટા કોઇન માર્કેટમાં ફરે છે

શૈલેષ ભટ્ટે કિરીટ પાલડિયા ઉપર એવો આરોપ પણ મુક્યો છે કે, તેના દ્વારા જે નેક્સટા કોઇન બજારમાં ફરતા કરવામાં આવ્યા છે તેના થકી  કરોડો રૂપિયા માર્કેટમાંથી ઉસેટી લીધા છે. એક અંદાજ પ્રમાણે હાલમાં ઇ કરન્સી માર્કેટમાં 9 કરોડ જેટલા નેક્સટા કોઇન જનરેટ કરીને વેચી દેવામાં આવ્યા છે. આ તમામ રૂપિયા આ ટોળકીના ગજવામાં છે.

ઃઃઃઃઃ વરાછામાં આ ટોળકીના સંખ્યાબંધ એજન્ટ

નેક્સટા બિટ કોઇન જનરેટ કરીને કિરીટ પાલડિયા, સતિષ કુંભાણી, અંકુર નાકરાણી અને સુરેશ સહિત રાજકારણમાં મોટા માથા તરીકે ઓળખાતા વ્યક્તિઓ આ ટોલકીમાં સક્રિય છે. આ ટોળકી દ્વારા શહેરના વરાછા –કતારગામ સરથાણા વિસ્તારમાં સંખ્યાબંધ એજન્ટો ઉભા કરવામાં આવ્યા છે. આ દલાલો દ્વારા નાના મોટા તમામ લોકોને નેક્સટા કોઇન વેચવામાં આવ્યા છે.