Page Views: 10518

કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓ ઠાર માર્યા.

વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે, એટલે સેનાની શોધખોળ ચાલુ

શ્રીનગર: 

      જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ સોમવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી અહીંયા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે, વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. એટલે સેનાની શોધખોળ ચાલુ છે.

       ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરના રહેવાસી હતા. તેમની ઓળખ શ્રીનગરના ઇસા ફાજલી, અનંતનાગના રહેવાસી સૈયદ ઓવૈસી અને સબ્જાર અહેમદ સોફી તરીકે થઇ છે. પોલીસને ઘટનાસ્થળ પરથી એકે-47 રાઇફલ્સ, પિસ્તોલ અને ગ્રેનેડ સહિત ઘણા હથિયારો મળી આવ્યા છે.  પોલીસના સ્ટેટમેન્ટ પ્રમાણે, માર્યા ગયેલા આતંકીઓમાંથી એક તો હાલમાં જ સૌરામાં આવેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં એક કોન્સ્ટેબલનું મોત થઇ ગયું હતું.