Page Views: 14109

સુરતનો સૌથી મોટો કોમ્યૂનિટી આર્ટ ફેસ્ટિવલ

વીઆર સુરતે ડુમસ આર્ટ પ્રોજેક્ટની છઠ્ઠી એડિશન લોંચ કરી

સુરતઃ તા.9મી માર્ચઃ- વર્ચ્યુઅસ રીટેઈલ ફ્લેગશીપ ઇન્ટિગ્રેટેડ રિટેલ લાઇફસ્ટાઇલ ડેસ્ટીનેશન-વીઆર સુરત દ્વારા આજે સક્સેસફુલ અને એવોર્ડ વિજેતા ડુમસ આર્ટ પ્રોજેક્ટની છઠ્ઠી એડિશન લોંચ કરી. આર્ટના સમૃદ્ધ વારસાની ઉજવણી અંતર્ગત 9 માર્ચથી 8 એપ્રિલ એક મહિના સુધી કરવામાં આવશે. જે મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી.

 

ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2018નું ઉદધાટન ડાયમંડ સિટીના મેયર અસ્મિતાબેન શિરાયોના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતની લોકપ્રિય હિન્દી રોક બેન્ડ સરહદિનની મ્યુઝિક કોન્સર્ટ શરૂ કરવામાં આવ્યો.

 

વાર્ષિક આર્ટ ફેસ્ટીવલ ડુમસ આર્ટ પ્રોજેક્ટની ઉજવણી 2013થી એક જ છત નીચે થાય છે. જેમાં વીઆર સુરત મોલમાં  દેશભરમાંથી ઉભરતાં અને નામી કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફેસ્ટીવલમાં 100છી વધુ અનોખા આર્ટવર્ક, જેમાં પેઈન્ટિંગ અને સ્કલ્પચરના ક્લેકશન રજૂ કરવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલમાં દેશભરની નામાંકિત ઈન્સ્ટીટ્યુટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, સુરત સ્કૂલ ઓફ ફાઈન આર્ટસ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, દિલ્હી કોલેજ ઓફ આર્ટ, જજે સ્કૂલ ઓફ આર્ટ (મુંબઈ), ચંદીગઢ કોલેજ ઓફ આર્કિટેક્ચર અને ગવર્નમેન્ટ કોલેજ ઓપ આર્ટ (ચંદીગઢ) સાથે જોડાણ કરાયું છે. 

 

Gujarat- In Focus’ ઓનલાઈન કોન્ટેસ્ટની પોપ્યુલર ફોટોગ્રાફી ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2018માં મહત્વનો ભાગ છે. સુરત ઈજર્સ સાથે મળીને કરવામાં આવેલી કોન્ટેસ્ટમાં 3000થી વધુ એન્ટ્રીથી સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં થી ડુમસ આર્ટ પ્રોજેક્ટ માટે વીઆર સુરતના “વોલ ઓફ કેમ’ની દીવાલ માટે 250થી વધુ ફોટો પસંદ કરવામાં આવ્યા છે.

 

વર્ચ્યુઅસ રીટેઈલ ના ડિરેક્ટક્ટર ઈન્ટરનેશનલ માર્કેટીંગ એન્ડ પ્રોડ્કટ ડેવલપમેન્ટ અને ક્યુરેટર ઓફ આર્ટ ફેસ્ટીવલ સુમી ગુપ્તાએ જણાવ્યું હતું કે, ડુમસ આર્ટ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃતિ અમારા કમિટમેન્ટને વધુ મજબૂત બનાવે છે. જે ગ્રાહકોને ખરીદી કરવાની સાથે અનોખો અનુભવ કરાવે છે. અમે વર્ષ 2017-18માં દેશનો પ્રથમ ટ્રાવેલિંગ આર્ટ શો રજૂ કર્યો. શહેરમાં અમે પ્રથમવાર પબ્લિક આર્ટ સિરીઝ લોન્ચ કરી. ડુમસ આર્ટ પ્રોજેક્ટ અલગ રીતે પણ જાણીતો બન્યો છે. ટેડએક્સ સુરત સાથે જોડાણ કર્યુ છે અને આઠમી એપ્રીલના રોજ પેચા-કુચા સાંજનું પણ આયોજન કરાયું હતું.