Page Views: 16774

પ્રવીણ તોગડિયાની કાર અકસ્માત મામલે જિલ્લા SPએ PSI અને બે કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ

PSI રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

સુરતઃ 

       વિશ્વહિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાની કારને થયેલા અકસ્માતના મામલે જિલ્લા SPએ PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, PSI રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં પ્રવીણ તોગડીયાનો ચમત્કારીક બચાવ થયો હતો.
       મહત્વનું છે કે, પ્રવિણ તોગડીયા વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા હતા. ત્યારે ટ્રકની ટક્કર પ્રવીણ તોગડીયાની સ્કોર્પિયો સાથે કાર અથડાઇ હતી. જેમાં કારને નુકસાન સર્જાયું હતું. જ્યારે પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. અને પોલીસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે અકસ્માતની સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. સાથે તેમણે સુરક્ષાને લઇ અનેક સવાલો પણ કર્યા હતા. જેને લઇ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.