Page Views: 28025

કાઠીયાવાડી મહિલાઓ પણ દારૂની હેરાફેરી કરવા લાગી

સુરનિવાસ ગામની અરૂણા જીવાણી અને ચિત્તલનો મહેશ માંગરોળિયા સરથાણા પોલીસના હાથે દારૂ અને બિયરના ટીન સાથે ઝડપાયા

સુરત-8-3-2018

શહેરમાં દારૂની હેરાફેરી કરવામાં હવે કાઠીયાવાડી મહિલાઓએ પણ ઝંપલાવ્યુ છે સરથાણા પોલીસે ગત રોજ સાંજે એક મહિલા અને એક યુવાનને મહારાષ્ટ્ર પાસીંગની ગાડીમાં દારૂ લાવતા ઝડપી પાડ્યા છે. સૌરાષ્ટ્રવાસી મહિલા દારૂની હેરાફેરીમાં ઝડપાતા સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, પોલીસ દ્વારા ગત રોજ સાંજના સમયે સીમાડા નહેર ક્રિષ્ના વિલેજ હોટલ સામે વોચ ગોઠવી અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલી મહારાષ્ટ્ર પાસીંગની એસન્ટ કાર નંબર  .MH 04 BY 2679 અટકાવીને તેની તપાસ કરતા આ ગાડીમાંથી મહેશભાઇ નાગજીભાઇ માંગરોળીયા ઉં.વ.૩૧ રહે.બિલ્ડીંગ નં.A/17 ફ્લેટ નં.G-4 ઓમ ટાઉનશીપ  વિભાગ - ૫ પાસોદરાગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે.ગામ ચિત્તડ તા.જી.અમરેલી તથા અરૂણાબેન  જશમંતભાઇ વાલજીભાઇ જીવાણીની પત્ની ઉં.વ.૪૫ રહે.ફ્લેટ નં.૩૦૮ કરૂણાનિધી રેસીડન્સી સાવલીયા સર્કલ પાસે યોગીચોક સરથાણા સુરત મુળ રહે.સુરનિવાસગામ તા.ગારિયાધાર  જી.ભાવનગર.વગર પાસ પરમીટની અલગ અલગ કંપનીની ઇગ્લીશ દારૂની નાની મોટી બાટલીઓ નંગ- ૧૮૩ તથા બીયરના ટીન નંગ-૪૬ જેની કુલ કિં.રૂ.૪૫,૮૫૦/- તથા અંગઝડતીમાંથી મળેલ મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૧૩,૦૦૦/- મળી કુલ્‍લે કિંમત રૂપિયા ૧,૦૮,૮૫૦ /- સાથે ઝડપાયા હતા. આ બન્નેને દારૂનો જથ્થો સપ્લાય કરનારા સેલવાસના વિપુલ નામના વ્યક્તિને પોલીસ શોધી રહી છે.

આ બનાવ અંગે પીએસઆઇ એચ.વી.ચૌધરીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરૂણા જીવાણી, મહેશ નાગજી માંગરોળિયા અને વિપુલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પી.આઇ. એન.ડી. ચૌધરીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.