Page Views: 18701

અકસ્માત બાદ કાર સળગી ઉઠતા રાજ્ય મંત્રી કૌશિક પટેલના પુત્રના સાળા સહિત ત્રણના મોત

તાલાળા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડનો ભત્રીજા રાહુલનું પણ મોત

અમદાવાદ-8-3-2018

 

 અમદાવાદ વનજીક ભાડજથી ઓગણજ જતાં વચ્ચે આવેલી બેબીલોન ક્લબ પાસે કપચી ભરેલી ટ્રક સાથે આજે વહેલી સવારે એક ફોક્સ વેગન કારનો અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માત બાદ કાર ભડભડ સળગી હતી. આ કારમાં જઇ રહેલા રાજ્યના  મંત્રી કૌશિક પટેલના દીકરાનો સાળો ઘૈર્ય અને તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા રાહુલ બારડનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયુ છે. જ્યારે રોયલ પટવા નામના એક યુવાનનું પણ મોત થયું છે. ફોક્સ વેગન કારમાં આ ત્રણેય સાથે જઇ રહેલા મોહનસિંહ અને પાર્થ પીપાવત ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને તાત્કાલિક સારવા માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.ફોક્સ વેગન જેવી લક્ઝુરીયસ  કાર અકસ્માત બાદ સળગી ઉઠવાની ઘટના બની તેનાથી લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા છે અને નિષ્ણાંતોના મત પ્રમાણે આ દુર્ઘટના બન્યા બાદ કાર સેન્ટ્રલ લોક થઇ ગઇ હોવી જોઇએ અને તેના કારણે આગ લાગ્યા પછી પાંચેય યુવાનો કારમાં ફસાઇ ગયા હશે અને તેના કારણે જ આ દુર્ઘટનાએ આટલું  ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હશે. રાજ્યના મંત્રી અને ધારાસભ્યના નજીકના સગાઓ મોતને ભેટ્યા હોવાથી રાજકીય અગ્રણીઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.