Page Views: 20338

સુરતમાં આવતી કાલથી ગજાનંદ મસાલા મહોત્સવ

અડાજણ ચોકસીની વાડી અને વરાછા ઉમિયાધામ ખાતે ગૃહીણીઓને મળશે ખાસ ભાવે 12 માસ ભરવા લાયક મસાલા

સુરત-7-3-2018

સ્વાદપ્રિય સુરતીઓના અસ્સલ ટેસ્ટને ઓળખતા ગજાનંદ મસાલાના ઉત્પાદકો દ્વારા આ વર્ષે પણ સુરતીઓને રાજી રાખવા ખાસ મસાલા મહોત્સવનું આયોજન સુરત શહેરના આંગણે કર્યુ છે. તમામ પ્રકારના મરી, મસાલામાં અગ્રગણ્ય નામ ધરાવતા ગજાનંદ મસાલાના આ વિશેષ મહોત્સવમાં સુરતની ગૃહીણીઓને રાહત દરે મસાલા મળી રહે એ માટે અડાજણ ચોકસીની વાડી ખાતે તેમજ વરાછા રોડ ઉમિયા ધામ ખાતે ચાર વિદસના મસાલા મહોત્સવ યોજાશે.

 

ગજાનંદ મસાલા મહોત્સવનો આવતી કાલ તારીખ 8મી માર્ચથીસુરત શહેરમાં વરાછા રોડ ઉમિયાધામ ખાતે અને અડાજણ ચોકસીની વાડી ખાતે શુભારંભ થશે. આવતી કાલે ગુરૂવારે સવારે દસ વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી આ મસાલા મહોત્સવ ખુલ્લો રહેશે. ગજાનંદ મસાલા મહોત્સવ અંગે વિગતો આપતા ગજાનંદ ફુડસના ડિરેક્ટર સમીર પટેલે જણાવ્યું હતું કે, ગજાનંદ તેના ગ્રાહકો માટે એક જ સ્થળે સિઝનમાં ભરવા લાયક 42 પ્રકારના શુધ્ધતમ મસાલાની વિશાળ રેન્જ રજૂ કરે છે. જેમાં કાશ્મીરી કુમઠી અને રેશમપટ્ટી, દંડીકટ મરચા, ઉપરાંત આ વર્ષે પરફેક્ટ કીખા અને લાલ રેશમલાલ મરચું પણ રજૂ કરવામાં આવશે જે  આ મસાલા મહોત્સવનું ખાસ આકર્ષણ બની રહેશેઆટલી વૈવિધ્યપુર્ણ શ્રેણી સાથે સેલમ હળદર, ધાણાજીરૂ, આચાર મસાલો અને કાબુલી હિંગ સુધી એક જ સ્થળે અને એ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ભાવ સાથે ગૃહીણીઓને મળશે જે ગજાનન મસાલાની વિશેષતા છે. ગજાનન મસાલા મહોત્સવ દરમ્યામ મહિલાઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાશે.