Page Views: 12554

એરસેલ મેક્સિસને ફાયદો કરાવવા માટે ચિદમ્બરમે ષડયંત્ર રચ્યું હોવાનો ઇડીનો દાવો

એરસેલ-મેક્સિસ કંપનીને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી આપવાના 'ષડ્યંત્ર'માં પી. ચિદમ્બરમનો હાથ હતો.

દિલ્હી:-

એરસેલ-મેક્સિસ ડીલમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ સોગંદનામામાં ઇડીએ આરોપ લગાવ્યો છે કે એરસેલ-મેક્સિસ કંપનીને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી આપવાના 'ષડ્યંત્ર'માં પી. ચિદમ્બરમનો હાથ હતો.

સુપ્રિમ કોર્ટમાં કરેલી એફીડેવિટમાં ઇડીએ કહ્યું હતું કે , એરસેલએ 2006 માં 3,500 કરોડ રૂપિયાના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ નાણાં મંત્રાલયે આ આંકડા ખોટી રીતે ઓછા બતાવ્યા હતાં. ઈડીના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયે સમગ્ર મુદ્દાને આર્થિક બાબતોની કેબિનેટ કમિટી સમક્ષ લઈ જવાથી બચવા માટે દર્શાવ્યું હતું કે એરસેલે માત્ર 180 કરોડ રૂપિયાના FDI માટે મંજૂરી માંગી છે. તે સમયના નિયમ અનુંસાર 600 કરોડ રૂપિયા સુધીના વિદેશી રોકાણને નાણાં મંત્રી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ મારફતે મંજુરી આપવાની સત્તા ધરાવતા હતાંઈડીએ કહ્યું કે ષડ્યંત્ર હેઠળ તથ્યોને છુપાવવામાં આવ્યા જેથી આ મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે ન મોકલવા પડે અને નાણાં મંત્રાલયે જ તેને મંજૂરી આપી દીધી.કોર્ટમાં ઇડીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના તત્કાલિન સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરી સહિત મોટા અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે, જે એજન્સી મુજબ "ષડ્યંત્ર"માં સામેલ હતા.કોર્ટમાં શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.EDએ આરોપ લગાવ્યો છે કે એરસેલને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી મંજૂરી મળવાના બદલામાં પૂર્વ નાણાં મંત્રીના દીકરા કાર્તિ ચિદમ્બરમને 11 એપ્રિલ 2006એ 26 લાખ રુપિયા આપવામાં આવ્યા હતા.ઈડીએ દાવો કર્યો છે કે મે 2014 થી 2009 અને ઓગસ્ટ 2012 થી મે 2014 વચ્ચે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સાથે સંકળાયેલી 2,721 ફાઈકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં એરસેલ કેસ સહિત 54 એવી ફાઈલો પર ઇડીએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેને પી ચિદમ્બરમે મંજુરી આપી હતી.