Page Views: 15296

PNBડે.મેનેજર જી શેટ્ટીએ મોદી-ચોકસીને એલઓયુ આપવા પાડ્યો આવો ખેલ

સીબીઆઇ દ્વારા મુંબઇ કોર્ટમાં સીબીઆઇ દ્વારા અહેવાલ સુપ્રત કરાયો

સુરત-5-3-2018

સીબીઆઇ દ્વારા મુંબઇ સ્પેશ્યલ કોર્ટમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીના પીએનબી કૌભાંડ અંગે સ્પેશ્યલ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં પીએનબીના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ભૂંડી ભૂમિકા હોવાની સાથે તેણે સમગ્ર પ્રકરણમાં કઇ રીતે આંખ આડા કાન કરીને મામા ભાણેજને પંજાબ નેશનલ બેન્કની તિજોરી લુંટવાનો પરવાનો આપ્યો તેની ચોંકાવનારી વિગતો દર્શાવાઇ છે.

સીબીઆઇ દ્વારા જે રિપોર્ટ અપાયો છે તેમાં જણાવાયું છે કે, ડે.મેનેજર જી.શેટ્ટીએ તેના કેટલાક મળતિયા અધિકારીઓને સાથે રાખી અને નીરવ મોદી તેમજ મેહુલ ચોકસીની તરફેણમાં નવી ગેરન્ટી સાથે લેટર ઓફ અન્ડરટેકિંગ રિફાઇનાન્સ કરીને ખેલ પાડ્યો હતો. જુની એલઓયુના કેટલાક દસ્તાવેજો તેમણે ચોકસી અને મોદીને પરત કરી દીધા હતા અને આખરે રૂપિયા 12,700 કરોડનું આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ અહેવાલમાં તેમની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પણ વિગતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કંપનીના ઓથોરિટી લેટર સહી કરનારા હેમંત ભટ્ટની પણ કસ્ટડી માંગવામાં આવી છે. શેટ્ટીએ પહેલા ભારતિય બેન્કની વિદેશી શાખાના એલઓયુ ઇશ્યુ કર્યા હતા બેન્કની ફોરેન બ્રાન્ચ દ્વારા પીએનબીના નોસ્ટ્રો એકાઉન્ટમાં વિદેશી ચલણ જમા કરાવ્યું હતું આ રકમની ચુકવણી વિદેશમાંથી રફ ડાયમંડ અને પર્લ સપ્લાય કરનારાને આપવામાં આવી હતી. જ્યારે એલઓયુ ઇસ્યુ કરવામાં આવ્યા ત્યારે શેટ્ટી દ્વારા ચોકસી અને મોદીના ઓથોરિટી પર્સનને જે જુના દસ્તાવેજો પરત કરી દેવાયા હતા તે પણ સીબીઆઇ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને આ દસ્તાવેજો પણ સીબીઆઇને હાથ લાગ્યા છે. આમ સમગ્ર કૌભાંડમાં પીએનબીના ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓની મિલિભગત સામે આવતી હોવાથી સીબીઆઇ દ્વારા એક પછી એક ધરપકડનો દૌર શરૂ કરવામાં આવશે એવુ હાલમાં લાગી રહ્યુ છે.