Page Views: 7067

ધૂળેટી રમીને તાપીમાં નહાવા પડેલા ત્રણ મિત્રોનાં ડૂબી જતાં મોત

ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાએ મૃતદેહોને કાઢ્યાં બહાર

સુરત: 

        માંડવીના બૌધાન ગામેથી પસાર થતી તાપી નદીમાં ડૂબી જતાં ત્રણ મિત્રોના માત નીપજ્યાં હતાં.હોળી ધૂળેટી રમીને નદીમાં નહાવા પડેલા ત્રણેય મહારાષ્ટ્રીયન યુવકોના ડૂબી જતાં મોત નીપજ્યાં હતાં. મૃતકોને નદીમાંથી બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડે જહેમત ઉઠાવી હતી. જ્યારે દુર્ઘટનાની જાણ થતાં માંડવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

        પ્રાપ્ત વિગતોનુસાર,માંડવી નજીક આવેલા બૌધાન ગામે ધૂળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કલરથી ધૂળેટી રમ્યા બાદ બપોર બાદ યુવકો નદીમાં નાહવા માટે પડ્યાં હતાં. જેમાં ત્રણ યુવકો ડૂબી જવાની જાણ થઈ હતી. જેથી સાથે નાહવા પડેલા મિત્રોએ શોધખોળ આદરવાની સાથે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે સાથે મળીને ડૂબી ગયેલા મૃતકોના મૃતદેહો બહાર કાઢ્યાં હતાં.