Page Views: 11005

નાનપુરાની ૧૫ વર્ષીય તરૂણી પર ચાર મહિના સુધી ચાર મિત્રોએ ગુજાર્યું દુષ્કર્મ

લગ્નની લાલચ આપીને નવમાં ધોરણમાં ભણતી સ્ટુડન્ટનો ચાર મિત્રોએ લીધો લાભ

સુરતઃ 

        નાનપુરા ટીમલીયાવાડ ખાતે રહેતી 15 વર્ષિય તરૂણી પર ચાર મિત્રોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. નવમાં ધોરણમાં ભણતી તરૂણીને એક યુવક સાથે આંખ મળ્યા બાદ તેના મિત્રોએ પણ ચાર મહિના સુધી લાભ લીધો હતો. લગ્નની લાલચે આચરેલા દુષ્કર્મ બાદ તરૂણીની માતાને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

        પ્રાપ્ત વિગતોનુસાર, નાનપુરા ટીમલીયાવાડ ખાતે રહેતી નવમાં ધોરણની સ્ટુડન્ટના પિતા હયાત નથી. તેણી માતા તથા બે ભાઈઓ સાથે રહેતી હતી. ત્યારે ચારેક મહિના અગાઉ સ્ટુડન્ટ સાયણ ખાતે રહેતી માસી પાસે જતી રહી હતી. ત્યાં કરણ નામના યુવકના પરિચયમાં સ્ટુડન્ટ આવી હતી. અને તેની સાથે શારીરિક સંબંધો બંધાયા હતાં. બાદમાં કરણના અન્ય ત્રણ મિત્રો ભાવેશ, લાલુ અને રમાકાંતે પણ સ્ટુડન્ટ સાથે સંબંધો બાંધ્યા હતાં