Page Views: 35300

શ્રીદેવીના અંતિમ દર્શને પહોંચ્યા સેલિબ્રીટીઝ,સલમાન ખાન સહિત હજારો ચાહકોની આંખમાં આંસુ

મંગળવારે રાતે શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો હતો

મુંબઇ:-

            બોલીવુડની ક્વીન શ્રીદેવીના આજે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.. શ્રીદેવીની અંતિમ યાત્રા બપોરે 1.30ની આસપાસ નીકળશે અને તેમની અંતિમ ક્રિયા એસ.વી.રોડ સ્થિત વિલે પાર્ટે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટમાં થશે. મંગળવારે રાતે શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.

            શ્રીદેવીનો પાર્થિવ દેહ સવારે 9.30 વાગ્યે અંતિમ દર્શન માટે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે મુકવામાં આવ્યો છે.શ્રીદેવીનો દેહ અહીં બપોરે 12.30 સુધી રાખવામાં આવશે ત્યારબાદ તેમને અંતિમ વિદાય માટે લઇ જવામાં આવશે.શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે હજારોની ભીડ એકઠી થઇ હતી.બોલીવુડના સ્ટાર શ્રીદેવીના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.બોલીવુડના દંબગ સ્ટાર સલમાન ખાન પણ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે , શ્રીદેવીના પાર્થિવ દેહને જોઈને સલમાન રડી પડ્યો હતો. માત્ર સલમાન જ નહીં , શ્રીદેવીના કરોડો ફેન્સની આંખોમાં આંસુ છે.

            શ્રીદેવીની દીકરી ખુશી, જાહ્નવી, બોની કપૂર, સમૂચે કપૂર અને અયપ્પા પરિવાર તરફથી પ્રસિધ્ધ કરાયેલા નિવેદનમાં મીડિયાને સંવેદનશીલતા અને ભાવુક ક્ષણોમાં સમર્થન કરવા માટે આભાર માનવામાં આવ્યો છે.ચાહકોને ખાસ કહેવામાં આવ્યું છે કે શુભચિંતકો સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર-5 લોખંડવાલા પરિસર, અંધેરી પશ્ચિમમાં સવારે સાડા નવ વાગ્યાથી બપોરના સાડા 12 વાગ્યા સુધી પોતાની સંવેદના વ્યક્ત કરી શકે છે. પરિવારે કહ્યું કે મીડિયા પણ પોતાનું સમ્માન વ્યક્ત કરી શકે છે, શરત એટલી કે કેમેરા, રેકાર્ડિંગ ઉપકરણ વગેરે સંબંધિત સ્થળથી બહાર રાખે.