Page Views: 18405

પી. ચિદંબરમના દીકરા કાર્તિની INX મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ

ચેન્નાઈ એરપોર્ટ ઉપરથી CBIએ કરી ધરપકડ

નવી દિલ્હી:-

             માજી ફાયનાન્સ મિનિસ્ટર પી. ચિદંબરમના દીકરા કાર્તિ ચિદંબરમની  INX મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચેન્નાઈ એરપોર્ટ ઉપરથી કાર્તિકની ધરપકડ કરવામાં આવી છે.

            CBI દ્વારા કાર્તિની ધરપકડ કરવામાં આવી છે. CBI એ કહ્યું છે કે, કાર્તિ પૂછપરછમાં સહયોગ કરતા ન હોવાથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. લંડનથી પરત ફરતી વખતે ચેન્નાઈ એરપોર્ટ ઉપર જ કાર્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.   ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના 2006માં મળેલી મંજૂરીને લઈને તપાસ ચાલી રહી છે. ઈડીનું એવું પણ કહેવું છે કે આ મંજૂરી ત્યારે મળી હતી જ્યારે દેશના નાણાપ્રઘાન પી. ચિદંબરમ હતા.2013માં આજ રીતે એફઆઈપીબી ક્લિયરન્સ મેળવનાર કંપનીને કાર્તિ ચિદંબરમે ગુડગાંવ સ્થિત તેમની સંપત્તિને ભાડે આપી હતી, પરંતુ તપાસ એજન્સીમાં ખ્યાલ આવ્યો તે તેમણે તેમની આ સંપત્તિ વેચી દીધી છે. કાર્તિ પર એવો પણ આરોપ છે કે તેમણે પ્રોવિઝન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કાર્યવાહીથી પરેશાન થઈને તેમના ઘણાં બેન્ક એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા અને ઘણાં એકાઉન્ટ્સ બંધ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.  આ કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રપોઝલવે મંજૂરી આઈવા સાથે જોડાયેલો છે.

            2006માં પી ચિદંબરમ ફાઈનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એરસેલ મેક્સિસના 600 કરોડના વિદેશી રોકાણના સોદાને મંજૂરી આપવામાં આવી હતી.