Page Views: 27250

કડક કાયદા લાવ્યા એટલે ભાજપની બેઠકો ઘટી:પ્રદીપસિંહ જાડેજા

કસાઈઓ, તસ્કરો અને પ્રસ્તાવિત ટ્રિપલ તલાક બિલના વિરોધીઓએ ભાજપને મત આપ્યા નહીં.: પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર:-

          ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પોતાના એક નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ઘટીને છેલ્લા ૨૨ વર્ષમાં પ્રથમ વખત ૧૦૦થી નીચેના આંકડા પર આવી ગઈ છે. જેને લઈને એક નિવેદનમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, કસાઈઓ, તસ્કરો અને પ્રસ્તાવિત ટ્રિપલ તલાક બિલના વિરોધીઓએ ભાજપને મત આપ્યા નહીં.

         ડિસેમ્બરમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ભાજપ રાજ્યમાં સતત છઠ્ઠી વખત સરકાર બનાવવામાં સફળ રહ્યુ, પરંતુ તેમની બેઠક ઘટીને ૯૯ થઈ છે. જે સંદર્ભે જાડેજાએ જણાવ્યુ કે, હું તમને જણાવુ કે ભાજપની બેઠકો કેમ ઘટી. કારણકે સરકારે ગૌહત્યા વિરોધી કાયદો લાવ્યો જેથી નારાજ કસાઈઓએ ભાજપને વોટ આપ્યા નહીં. સરકારે દારુબંધીના કાયદાને કડક બનાવ્યો જેથી બુટલેગરોએ ભાજપને વોટ આપ્યા નહીં. કેન્દ્રમાં ભાજપની સરકાર મુÂ સ્લમ મહિલાઓના અધિકાર માટે ટ્રિપલ તલાક વિરોધી બિલ લાવી જેથી ટ્રિપલ તલાક સમર્થિતોએ ભાજપને વોટ આપ્યા નહીં.મંત્રીએ ઉમેર્યુ હતં કે, મોટાભાગની ખાનગી શાળાઓના સંચાલકોએ ભાજપને વોટ આપ્યા નહીં કારણકે સરકારે ફી નિયમનનો કાયદો લાવ્યો. પરંતુ અમને આમાંથી કોઈની પણ પરવાહ નથી. અમે સમાજના ભલા માટે હજી કડક કાયદા લાવતા રહીશું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ કટાક્ષ કરતા જણાવ્યુ કે, આમ તો ક્યારેય મંદીર નહીં જનાર લોકોને પણ ગુજરાતની ચુંટણીએ મંદીર જતા કરી દીધા.