Page Views: 20508

ગૌમાંસમાં અમદાવાદ અને ગૌવંશમાં સુરત મોખરે: બંને શહેરો માંથી છેલ્લા બે વર્ષમાં ૭૫,૩૨૨ કિલો ગૌમાંસ પકડાયું

જ્યારે આ બને મહાનગરોમાંથી કુલ ૪૭૫ ગૌવંશ પકડાયા

ગાંધીનગર: 

            ગુજરાત રાજ્યમાં ગૌવંશ હત્યા અને ગૌમાંસ ઉપર પ્રતિબંધ હોવા છતાં માત્ર અમદાવાદ અને સુરતમાંથી જ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૭૫,૩૨૨ કિલોગ્રામ ગૌમાંસ પકડાયું છે. જ્યારે આ બને મહાનગરોમાંથી કુલ ૪૭૫ ગૌવંશ પકડાયા છે. જેમાં ગૌમાંસમાં અમદાવાદ અને ગૌવંશમાં સુરત મોખરે છે.

            ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરીમાં ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી (ગૃહે) જણાવ્યું છે કે, રાજ્યના મહાનગર અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૪૧૫૭૭ કિલોગ્રામ ગૌમાંસ પકડાયું છે. જ્યારે ૧૯૪ ગૌવંશ પકડાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૨૦૧૬ના વર્ષ દરમિયાન ૨૪૨૪૯ કિલોગ્રામ અને ૨૭ ગૌવંશ પકડાયા છે. તો ૨૦૧૭ના વર્ષમાં ૭૫૨૫ કિલોગ્રામ ગૌમાંસ અને ૧૬ ગૌવંશ પકડાયું છે. જ્યારે અમદાવાદ જીલ્લામાં ૨૦૧૬ના વર્ષમાં ૯૩૪૮ કિલોગ્રામ ગૌમાંસ તેમજ ૧૧૪ ગૌવંશ પકડાયા છે. તો ૨૦૧૭ના વર્ષમાં ૪૫૫ કિલોગ્રામ ગૌમાંસ તેમજ ૩૭ ગૌવંશ પકડાયા છે.

સુરતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૩૩૭૪૫ કિલોગ્રામ ગૌમાંસ પકડાયું છે. જ્યારે ૨૮૧ ગૌવંશ પકડાયા છે. જેમાં સુરત શહેરમાં ૨૦૧૬ના વર્ષ દરમિયાન ૨૬૩૪ કીલોગ્રામ અને ૨૪ ગૌવંશ પકડાયા છે. તો ૨૦૧૭ના વર્ષમાં ૪૧૩૪ કિલોગ્રામ ગૌમાંસ અને ૩૪ ગૌવંશ પકડાયું છે. જ્યારે સુરત જીલ્લામાં ૨૦૧૬ના વર્ષમાં ૧૮૦૨૫ કિલોગ્રામ ગૌમાંસ તેમજ ૧૦૯ ગૌવંશ પકડાયા છે. તો ૨૦૧૭ના વર્ષમાં ૮૯૫૫ કિલોગ્રામ ગૌમાંસ તેમજ ૧૨૦ ગૌવંશ પકડાયા છે.