Page Views: 31525

ગુજરાત બજેટ ૨૦૧૮: નીતિનભાઇના 1,83,686 કરોડના બજેટમાં તમારા માટે શું છે? વાંચો..

રાજ્યના બજેટને રજૂ કરતા પહેલા જ નીતિનભાઇ પટેલે બજેટ પ્રજાલક્ષી હોવાની વાત કહી હતી.

ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન નીતિન પટેલે વર્ષ 2018-19 માં અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના બજેટને રજૂ કરતા પહેલા જ નીતિનભાઇ પટેલે બજેટ પ્રજાલક્ષી હોવાની વાત કહી હતી. નીતિન પટેલે બજેટને વિધાનસભામાં રજૂ કરવા પહેલા સદનમાં કહ્યું હતું કે પ્રજાની અપેક્ષાઓને સાથે મળીને પૂરું કરીશું. નોંધનીય છે કે બજેટ સ્પીચ શરૂ થવાની સાથે જ વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિધાનસભામાં જે બજેટ રજૂ થઇ રહ્યું છે તેના મહત્વના મુદ્દા વાંચો અહીં....

 • ગૃહ વિભાગ હેઠળ રૂ5420 કરોડ જોગવાઈ
 • સેઇફ એન્ડ સીક્યોર ગુજરાત યોજના હેઠળ જિલ્લાઓના મુખ્ય મથકો અને શહેરોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા રૂ 102 કરોડની જોગવાઈ
 • પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર તથા ફોરેન્સીક સાયન્સ તંત્રને સુદ્રઢ કરવા માટે કુલ રૂ 67 કરોડ ની જોગવાઈ
 • મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2516 કરોડની જોગવાઇ
 • રસ્તાઓની આંતર માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે રસ્તા અને પુલો બનાવવા રૂ. 1346 કરોડની જોગવાઇ
 • રાજ્યના કુલ છ શહેરો માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૂ. 597 કરોડની જોગવાઇ.
 • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને વધુ સ્વચ્છ બનાવવા અને નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા રૂ. 255 કરોડની જોગવાઇ.
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે જુનાગઢ શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • જોશીપુરા રેલવે ક્રોસીંગ ખાતે રેલવે ઓવરબ્રીજ માટે રૂ. ૨૦ કરોડ
 • નરસિંહ મહેતા તળાવ ખાતે એસ.ટી.પી. ના કામ માટે રૂ. ૭ કરોડની જોગવાઇ.
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે જામનગર શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • જામનગર શહેરમાં નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારો માટે પાણીની પાઇપલાઇન માટે રૂ. ૩૦ કરોડ
 • દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતા રસ્તા ઉપર ફ્લાય ઓવર માટે રૂ. ૧૫ કરોડ
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે ભાવનગર શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • નારી સર્કલ ફ્લાય ઓવર/રોડ બનાવવા માટે રૂ. ૨૦ કરોડ
 • પશ્ચિમ ભાવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૮ કરોડ
 • કુંભારવાડા જવાહર કોલોની પાસે રેલવે અન્ડરબ્રીજ માટે રૂ. ૭ કરોડ
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે રાજકોટ શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • હોસ્પિટલ ચોક ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. ૪૦ કરોડ
 • રાંદરડા લાલપરી લેક ડેવલપમેન્ટ માટે રૂ. ૨૦ કરોડ.
 • રૈયા રોડ રેલવે અન્ડરપાસ માટે રૂ ૨૦ કરોડ
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે વડોદરા શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • સુએન જંકશન ઉપર નવીન ફલાયઓવર બ્રીજ માટે રૂ. ૩૬ કરોડ.
 • વિશ્વામિત્રી નદી પર આવેલ હયાત કાલાઘોડા બ્રીજ પહોળો કરવા માટે રૂ. ૧૨ કરોડ.
 • વોક ઈન એવીયરી (પક્ષી સંગ્રહ સ્થાન) બનાવવા માટે રૂ. ૧૫ કરોડ
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે સુરત શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • સહારા દરવાજાથી કરણીમાતા ચોક ફ્લાય ઓવર માટે રૂ. ૮૦ કરોડ.
 • ઉધનાથી સિધ્ધાર્થનગર રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૫૦ કરોડ.
 • તાપી નદી ઉપર વેડ અને વરીયાવને જોડતા પુલ માટે રૂ. ૫૦ કરોડ.
 • શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ માટે અમદાવાદ શહેરમાં આયોજનની જોગવાઈઓ:
 • પીરાણા ડમ્પીંગ સાઇટના બાયોમાઇનીંગ પ્રોજેક્ટ માટે રૂ. 100 કરોડ
 • પલ્લવ ચાર રસ્તા સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ માટે રૂ. 65 કરોડ.
 • ગાંધીગ્રામ રેલ્વે અન્ડરપાસ (નહેરૂ બ્રીજથી નગરી હોસ્પિટલ તરફ) માટે રૂ. 25 કરોડ.
 • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કુલ રૂ. 12,500 કરોડ ની જોગવાઈ
 • જાહેર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સ્વર્ણજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 4540 કરોડની જોગવાઇ.
 • પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 1264 કરોડની જોગવાઇ
 • નર્મદા,જળસંપત્તિ,પાણી પૂરવઠા અને કલ્પસર માટે કુલ રૂ 14895 કરોડ ની જોગવાઇ
 • સૌની યોજનાના બીજા તબક્કાની કામગીરી માટે રૂ 1765 કરોડની જોગવાઇ. સૌરાષ્ટ્ર વિસ્તારના ૫૭ જળાશયોના 3,73,000 એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધાઓ થશે સુદ્રઢ
 • સુજલામ્ સુફલામ યોજના હેઠળ રરર કરોડની જોગવાઇ
 • આગામી વર્ષમાં સરકારના વિવિધ વિભાગોમાં અંદાજીત 30,000 નવી ભરતી કરવામાં આવશે.
 • અનુસૂચિત જાતી અને વિકસતી જાતિના નિગમો દ્વારા અંદાજે 5,000 લાભાર્થીઓને સ્વ-રોજગાર અને નાના-પાયાના રોજગાર શરૂ કરવા માટે ધિરાણ આપવા માટે રૂ. 50 કરોડની જોગવાઈ
 • ધોરણ ૧થી ૮માં ભણતા તમામ વિદ્યાર્થીઓને ૩ જોડી ગણવેશ સહાય માટે રૂ ૬૦૦ કરોડની જોગવાઈ
 • કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની અને આર્થિક રીતે નબળા વર્ગોની કુલ ૩૦,૨૫૦ કન્યાઓને સહાય આપવા રૂ. 30 કરોડની જોગવાઇ.
 • અનુસૂચિત જાતિ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની તેમજ આર્થિક રીતે નબળા વર્ગોની કુલ 1,84,000 કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવા રૂ 64 કરોડની જોગવાઇ.
 • ગુજરાત ને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટી કહેવાય છે. દરેક વ્યક્તિ ને તમામ પ્રકારની તકો મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
 • યુવાઓના રોજગાર અને વ્યવસાયની વ્યાપક તકો પ્રાપ્ત થાય તે માટે રૂ 785 કરોડની માતબર રકમની જોગવાઈ દ્વારા 3.50 લાખ યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
 • 32,862 હેક્ટર વિસ્તારમાં જમીન અને જળ સંરક્ષણની તેમજ ક્ષારિય અને ભાષ્મીક જમીનોના સુધારણાની કામગીરી માટે રૂ. 548 કરોડ ની જોગવાઈ થકી 249.25 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે.
 • કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓ માટે રૂ. 702 કરોડ ની જોગવાઈ.
 • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે કુલ રૂ. 6,755 કરોડની જોગવાઈ કરવામાં આવી.
 • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ જોગવાઈ
 • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ જોગવાઈ 9252 કરોડની જોગવાઈ
 • રસ્તાઓ તથા પુલો બનાવવા માટે 1346 કરોડની જોગવાઇ
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે 899 કરોડ રૂપિયાની ફાળવણી
 • પ્રદુષણ ઘટાડવાના ઉદ્દેશથી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપને વધારવા રૂ 10 કરોડની જોગવાઈ
 • કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે કુલ જોગવાઈ રૂ.૬૭૫૫ કરોડ કરવામાં આવી છે.
 • કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા પાક વીમા સહિત રૂ.1101 કરોડ
 • કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડની જોગવાઇ
 • જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ. સાથે જ ખેતરમાં તારની વાડ માટે 200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • મત્સયોધોગનું નિકાસ 3500 કરોડ થી વધુ હૂડિયામણ છે ત્યારે મત્ય બંદર વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ
 • સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ
 • પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ બનાવવા માટે 23 કરોડ
 • તમામ જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડની જોગવાઇ
 • યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ કરાઇ છે.
 • મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનો ને માસિક રૂ3000 અને ડિપ્લોમાને -રૂ 2000 અને અન્યોને રૂ 1500 પ્રોત્સાહક રકમ માટે રૂ272 કરોડ
 • પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખની સહાય માટે 140 કરોડની જોગવાઈ
 • વાજપાઈ બેન્કેબલ યોજના માટે રૂ197 કરોડ
 • આગામી સમયમા સરકારના વિવિધ વિભાગોમા 30 હજાર નવી ભરતી કરાશે
 • મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ
 • શ્રમ રોજગાર માટે બજેટમાં કુલ જોગવાઈ 1732 કરોડની કરવામાં આવી છે.
 • આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
 • શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
 • 22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડની જોગવાઇ
 • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 907 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી 140 લાખ વિધાર્થીઓને લાભ થશે.
 • ખેડૂતોને ખાતર માટે 28.5 કરોડની જોગવાઇ સાથે જ ટેક્નિકલ મદદ માટે 548 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ખેત તળાવ માટે 85 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
 • કૃષિમહોત્સવનું હું પોતે ખૂબ જ જોડાયેલો છું. તે માટે 30 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
 • ટ્રેક્ટરની ખરીદી માટે 29 હજાર ખેડૂતોને સબસીડી નીતિન પટેલે જાહેર કરી
 • ખેડૂતો માટે સારા સમાચાર : 0 ટકા વ્યાજે ખેડૂતોને ધિરાણ
 • અમારી મોદી અને રૂપાણી સરકાર ખેડૂતોના લોનનું વ્યાજ ભરે છે. ખેડૂતોના ધિરાણ માટે બજેટમાં 500 કરોડની જોગવાઇ કરવામાં આવી.
 • ટ્રેક્ટરની ખરીદી પર 235 કરોડની જાહેરાત
 • ખેડૂતોની સહાય માટે 6755 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • જો કે નીતિન ભાઇએ કોંગ્રેસ પર ટિપ્પણી કરતા કોંગ્રેસે નારા લગાવી વિરોધ કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
 • રાજ્યની લોન પરનું ભારણ ઘટ્યું છે.
 • પોષણક્ષમ ભાવ માટે અમારી સરકારે અનેક યોજનાઓ કરી છે.
 • રાજ્યની આવકનો વૃદ્ધિડર વધ્યો છે. રાજ્યની ઉત્પાદન ક્ષમતા પણ ૧૩ ટકા વધી છે : નીતિનભાઈ પટેલ
 • નીતિન પટેલે સદનમાં 1,83,686 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું