Page Views: 27293

ગુજરાત સરકારનું બજેટ ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે નિરાશાજનક: ચંપાલાલ બોથરા

ઘરગથ્થું કામ કરતી મહિલાઓ અને નાના વ્યાપારીઓ માટે કોઈ નીતિ નથી

સુરત:-

            આજે રજુ થયેલા ગુજરાત સરકારના બજેટમાં ટેક્ષટાઈલ ઉદ્યોગને નિરાશા સાંપડી છે.જે મહિલાઓ ઘરગથ્થું વેલ્યુ એડીસનનું કામ કરી પોતાનો રોજગાર ચલાવતી હતી  તેઓનું GST બાદ કામ બંધ થઇ ગયું. તેઓ માટે અને નાના વ્યાપારીઓ માટે કોઈ નીતિ નથી અને ક્રાઈમ પ્રટેક્શન સેલની રચના થઇ તેને ૧૦ મહિનાથી વધુ સમય થઇ ગયો છે. હજી સુધી કોઈ કામ થયું નથી જયારે પાર્ટીઓના કરોડો રુપયા ડૂબી રહ્યા છે.સાઈબર ક્રાઈમ માટે ૪ શહેરમાં ૧ કરોડની બજેટમાં જોગવાઈ  કરવી એ સરકારની કામ કરવાની રીતની એક ઓપચારીકતા દર્શાવે છે. બજેટ ટેક્ષટાઈલ માટે નિરાશાજનક છે.

-ચંપાલાલ બોથરા