Page Views: 27660

નગરપાલિકા ચૂંટણી : ભાજપ 43, કોંગ્રેસ 25 થી આગળ

નગરપાલિકાની આ ચૂંટણીમાં હાર જીતના લેખાજોખાના શું પરિણામ આવ્યા છે જાણો અહીં...

         ગુજરાતમાં આજે નગરપાલિકાના 529 વોર્ડની 2,116 બેઠકો માટે મતગણતરી થઇ રહી છે. નગરપાલિકાના સત્તા સંગ્રામમાં આગળ છે. બપોરના 12 વાગ્યા સુધીમાં ભાજપના ફાળે 43 બેઠકો ગઇ છે ત્યારે કોંગ્રેસ પાસે 25 જો કે 3 બેઠકો પર ટાઇ ચાલી રહી છે. નોંધનીય છે કે આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારોએ વિધાનસભાની ચૂંટણીની જેમ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. ત્યારે આજે મતગણતરી દ્વારા કુલ 6,033 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ત્યારે નગરપાલિકાની આ ચૂંટણીમાં હાર જીતના લેખાજોખાના શું પરિણામ આવ્યા છે જાણો અહીં...

 • માળીયા મિયાણા નગરપાલિકા પેટ ચૂંટણી : કોંગ્રેસ ના ઉમેદવાર રિયાઝભાઈ મોવર 943 મતે વિજેતા થયા
 • જામનગરમાં ત્રણેય નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ
 • ભાજપનો ત્રણેય નગરપાલિકામાં ઝળહળતો વિજય
 • કાલાવડ, જામજોધપુર અને ધ્રોલ નગરપાલિકામાં કમળ ખીલ્યું
 • કાલાવડ અને જામજોધપુરમાં સત્તા જાળવી રાખતું ભાજપ
 • ધ્રોલમાં વર્ષો જૂની કોંગ્રેસની સત્તા ભાજપે છીનવી
 • હળવદ નગરપલિકા વોર્ડ નંબર 5 નું પરિણામ રણછોડભાઈ લાલજીભાઈ દલવાડી - 1270 - ભાજપ, વનીતાબેન કમલેશભાઈ દલવાડી - 1103 - ભાજપ, હીનાબેન અજયકુમાર રાવલ - 1024 - ભાજપ,સતિષભાઈ દારજીભાઈ પટેલ - 1169 - ભાજપ
 • હળવદ નગરપાલિકા વોર્ડ નંબર 5 નું પરિણામ 4 પર ભાજપની જીત
 • દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા ની દ્વારકા નગર પાલિકામાં ભાજપ આગળ છે. વોર્ડ નંબર - 6માં ભાજપને 4 બેઠકો મળી
 • ઉપલેટા નગરપાલિકા ચૂંટણી માં વોર્ડ ન ૪ માં ભાજપ ની જીત. ચારે બેઠક પર ભાજપ ના ઉમેદવારોની જીત
 • ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 5 માં ભાજપ પેનલ નો વિજય. ગઢડા નગરપાલિકા પર ફરી વાળ ભાજપ નું શાસન.
 • નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકા વોર્ડ નંબર ૩ માં ભાજપનો વિજય. જ્યા બેન, લાંજેવર ભાજપ.
 • નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા વોર્ડ નંબર માં- 4 વિજેતા, વિપુલા મિસ્ત્રી, ભાજપ, સુરેશ ધિવર અપક્ષ, જયપ્રકાશ ટંડેલ અપક્ષ અને વર્ષાબેન સારંગ
 • દ્વારકા જીલા ની 3 માંથી દ્વારકા અને ભાણવડ નગર પાલિકા પર બીજેપી નો કબજો જ્યારે સલાયા નગર પાલિકા માં બીજેપી ના ગઢ માં ગાબડું પાડી કોંગ્રેસ એ કબજો મેળવ્યો.
 • ભાવનગર જિલ્લા. ની તળાજા નગરપાલિકા કુલ 28 બેઠક ની ગણતરી પૂર્ણ,વોર્ડ 1 . 2ભાજપ. 2 કોંગ્રેસ, વોર્ડ 2. 0 ભાજપ . 4 કોંગ્રેસ, વોર્ડ 3.0 ભાજપ .4 કોંગ્રેસ, વોર્ડ 4. 4 ભાજપ . 0 કોંગ્રેસ ,વોર્ડ 5. 4 ભાજપ. 0 કોંગ્રેસ,વોર્ડ 6.2 ભાજપ.2 કોંગ્રેસ, વોર્ડ 7.4 ભાજપ.0 કોંગ્રેસ