Page Views: 111558

પુણામાં તસ્કરો મોબાઇલ ટાવરની 30 બેટરી ચોરી ગયા

આઇડીયા કંપનીનો ટાવર બંધ થઇ જતા સ્થાનિક લોકો પરેશાન

સુરત-19-2-2018

 

પુણા ભૈયા નગર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં આવેલા આઇડીયા કંપનીના મોબાઇલ ટાવરના જનરેટરની બેટરી અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, પુણાગામ ભૈયાનગર પાસે આવેલી ગાયત્રી સોસાયટીના પાછળના ભાગે ખાનગી પ્લોટમાં આઇડીયા કંપની દ્વારા પોતાનો મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. આ ટાવરને ઓપરેટ કરવા માટે રાખવામાં આવેલા જનરેટર સેટમાંથી ગત રોજ રાત્રીના સમયે અજાણ્યા તસક્રો રૂપિયા 60 હજારની કિંમતની કુલ 30 નંગ બેટરી કાઢીને ઉઠાવી ગયા હતા. મોબાઇલ ટાવરની બેટરીઓ ચોરી થઇ જતા આ વિસ્તારમાં રહેતા લોકોને મોબાઇલ નેટવર્કમાં મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા કંપનીના કર્મચારી વિજય મુળજી ચૌહાણને જાણ કરવામાં આવતા તેમણે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ મોબાઇલ ટાવરમાંથી બેટરી ચોરી જવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ પુણા પોલીસ સ્ટેશનના એએસઆઇ સુનિલ નામદેવે હાથ ધરી છે.