Page Views: 13349

દક્ષિણ ગુજરાતની નગરપાલિકાની મતગણતરીમાં ભાજપ આગળ, કાર્યકરોમાં ઉત્સાહ

દક્ષિણ ગુજરાતની વલસાડ, ધરમપુર, નવસારી અને તાપીમાં મતગણતરી: સોનગઢમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો

સુરતઃ 

                દક્ષિણ ગુજરાતની નગરપાલિકાની ગત શનિવારે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ છે. જેમાં શરૂઆતમાં તમામ નગરપાલિકામાં ભાજપના સભ્યો જીતી રહ્યાં છે. વલસાડ નગરપાલિકાના બે વોર્ડના પરિણામોમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી હતી. જ્યારે વોર્ડ નંબર 7માં કોંગ્રેસના એક અને અપક્ષના ત્રણ સભ્યોએ બાજી મારી હતી.

        પારડી નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. જ્યારે વોર્ડ નંબર બેની પેનલમાં ભાજપે બાજી મારી હતી. ત્યારે વર્તમાન પાલિકા પ્રમુખ રત્નાબેનની હાર થતાં સોપો પડી ગયો હતો. જીતના દાવેદાર મનાતા રત્નાબેનની હારે અપસેટ સર્જ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીના મતગણતરીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. સોનગઢ નગરપાલિકાની કુલ 28 બેઠકથી ભાજપે 21 પર બાજી મારી હતી. જ્યારે કોંગ્રેસના હાથે માત્ર 07 બેઠકો મેળવીને જીતનો સંતોષ માનવો પડ્યો હતો. નવસારી વિજલપોર નગરપાલિકામાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે. વિજલપોરના પાંચ વોર્ડની મતગણતરીમાં તમામમાં ભાજપના સભ્યો વિજેતા જાહેર થયા હતાં. 20 બેઠકો પર ભાજપનો વિજય થતાં પાલિકામાં ભાજપ સત્તાના સુકાન સંભાળશે