Page Views: 29410

વર્ષ 2015માં કૌભાંડી નીરવ મોદીના સચિન યુનિટમાં ડીઆરઆઇએ દરોડા પાડ્યા હતા

એક જ ડાયમંડ પાર્સલને વારંવાર એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરવાના કૌભાંડમાં રૂ.48 કરોડ પેનલ્ટી ફટકારાઇ હતી

સુરત-17-2-2018

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરીને વિદેશ નાસી છુટેલા નીરવ મોદીના એક પછી એક કારનામા જાહેર થઇ રહ્યા છે. વર્ષ 2015માં ડીઆરઆઇએ ડાયમંડ જ્વેલરીની ગેરકાયદેસર આયાત નિકાસના કૌભાંડમાં નીરવની સચિન એસઇઝેડ સ્થિત યુનિટમાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા 37 કરોડની પેનલ્ટી તેને ફટકારવામાં આવી હતી. નીરવ મોદીને ત્યાં પડેલા આ દરોડામાં જે દસ્તાવેજો હાથ લાગ્યા હતા તેમાં યુએઇ, હોંગકોંગ અને દુબઇમાં જે ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવી તેની કરોડો રૂપિયાની ક્રિંમત દર્શાવાઇ હતી બાદમાં તેને પુનઃ રીઝેકશનના નામે પરત લાવીને ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ડીઆરઆઇ દ્વારા તેને ડ્યુટી ડિમાન્ડ, પેનલ્ટી, વ્યાજ વિગેરે મળીને કુલ રૂપિયા 48 કરોડની રકમ ભરવાની તાકીદ કરવામાં આવી હતી. કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ સુરત દ્વારા આ રકમની વસુલાત કરવામાં આવી હતી અને તા.3 જુલાઇ તેમજ 23 જુલાઇ 2015ના રોજ નીરવ મોદીએ સુરત સેન્ટ્રલ એક્સાઝઇઝ કમિશનરને પત્ર લખીને આ ચેપ્ટર ક્લોઝ કરવા પણ જણાવ્યું હતું. માંથી ફરાર નીરવ મોદી હીરાની હેરાફેરીમાં શામેલ હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ સુધીમાં ડાઈમન્ડ ફર્મ્સમાં બેન્ક પાસેથી લોન મેળવાવ માટે એક જ ડાયમન્ડ કન્સાઈમેન્ટને અનેક વાર એકસપોર્ટ અને ઈમ્પોર્ટ કરવાનું ચલણ ઘણું જ પ્રચલિત હતું.