Page Views: 13600

આજે રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી: મતદાન શરૂ- 6,200 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે બંધ

529 વોર્ડની 2116 બેઠકો માટે લડાઈ રહયો છે ચૂંટણી જંગ

અમદાવાદ:-

            શનિવાર આજે રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે.અને તે માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યુ છે. ઈવીએમ દ્વારા થનારા મતદાનમાં મતદારો નોટાનો ઉપયોગ કરી શકશે. આ ચૂંટણીના પરિણામો 19મી ફેબ્રુઆરીએ આવશે.

-:જાણો ચૂંટણીની વિગતો:-         

            75 નગરપાલિકા - 529 વોર્ડ   - 2116 બેઠકો માટે - 6,200 ઉમેદવારો - સૌથી વધુ જેતપુર નગરપાલિકા માટે 221 ઉમેદવારો   - જાફરાબાદ નગરપાલિકામાં સૌથી ઓછા 28 ઉમેદવારો   - 75 નગરપાલિકા માટે 19,76,381 મતદારો મતદાન કરશે. -2,763 મતદાન મથકો તૈયાર કરાયા છે.