Page Views: 36989

બૂલેટ ટ્રેન માટે સુરતનાં ૨૬ ગામોમાંથી ૧૦ ગામોનું નોટિફિકેશન પડાયું બહાર

હવે પછી બીજા 16 ગામોનું નોટિફિકેશન આવશે.

સુરત:-

        કેન્દ્રના બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદન માટે 10 ગામોનું નોટિફિકેશન બહાર પડાયું છે. જેમાં વિશેષ સંપાદન એક્ટ હેઠળ 44 હેક્ટરથી વધુ જમીન જશે. તેમાં અંત્રોલી, કોસમાડા, કીમઆમલી, વક્તાણા, ટીમ્બરવા, ઘલુડી, હથુરણ, શેખપુર, નિયોલ સહિત કુલ 10 ગામ છે. હવે પછી બીજા 16 ગામોનું નોટિફિકેશન આવશે.

        મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાનાં 26 ગામોમાંથી 10 ગામોનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. બીજા 16 ગામોનું નોટિફિકેશન રાજ્ય સરકારની મંજુરીમાં છે.આ નોટિફિકેશન પણ પારદર્શકતા અધિનિયમ-2013(30મો)ની કલમ-2(1) હેઠળ વિશેષ સત્તાઓ સાથેનું બહાર પડાયું છે. નક્કી કર્યા મુજબ આ પ્રોજેક્ટમાં રેલવે ટ્રેક 17.5 મીટરની પહોળાઈનો રહેશે. 

કયાની કેટલી જમીન (ગામ જગ્યા હેક્ટરમાં):- ઘલુડી 03-26-56 , અંત્રોલી 24-86-76 , ટીમ્બરવા 01-45-00 , કીમઆમલી 03-31-64 ,વક્તાણા 02-86-15 , હથુરણ 03-47-23 , નિયોલ 00-41-41 , કોસમાડા 04-95-36 , શેખપુર 02-41-96